અમુલ ડેરીમાં દૂધની પ્રક્રિયા સમજાવવા સરંભડાના પશુપાલકોને પ્રવાસ કરવાયો

- text


મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘના ડિરેક્ટરની આગેવાનીમાં સરભંડાના પશુપાલકોને આણંદની અમુલ ડેરી,નડિયાદની પ્રસિદ્ધ ડેરી મુલાકાત કરાવી પશુપાલન અને દૂધ ઉત્પાદન અને મંડળીઓના વહીવટીની પ્રક્રિયા સમજાવી

હળવદ : તાજેતરમાં બિનહરીફ ચૂંટાયેલા અને માત્ર મહિલાઓ જ સંચાલિત મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘ મયુર ડેરીના મહિલા ડિરેક્ટરની આગેવાની હેઠળ રાજ્યની અગ્રણી અમુલ સહિતની દૂધની ડેરીઓમાં દુધના સમગ્ર વહીવટથી માહિતગાર કરવા માટે હળવદના સરંભડા ગામના 50 જેટલા પશુપાલકોને 4 દિવસનો વિનામૂલ્યે પ્રવાસ કરાવીને સારી ક્વોલિટીના દૂધ ઉત્પાદન અને વહીવટ વિશે મહત્વની જાણકારી આપવામાં આવી હતી.

હળવદ તાલુકાની સરભંડા દૂધ ઉત્પાદક મંડળી અને મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘ એટલે મયુર ડેરીના સહયોગથી તાજેતરમાં વરાયેલા મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘના ડિરેક્ટર ડાહિબેન દેવસીભાઈ દોરાલાની આગેવાનીમાં સરંભડા ગામના 50 જેટલા પશુપાલકો માટે ચાર દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ પશુપાલકોએ સમગ્ર ગુજરાતમાં દૂધ ઉત્પાદનમાં અગ્રણી સ્થાન ધરાવતી આણંદની પ્રસિદ્ધ અમુલ ડેરીની મુલાકાત લઈને આ ડેરીમાં દૂધની થતી સમગ્ર પ્રક્રિયાને નિહાળીને ઉપયોગી માહિતી ગ્રહણ કરી હતી.સાથે-સાથે નડિયાદ ખાતે આવેલી દૂધની ડેરી તેમજ ત્યાં દરરોજનું 14 હજાર લીટર દુધનું ઉત્પાદન કરતી દૂધ મંડળીઓની તેમજ ત્યાંના દુધના તબેલામાં થતી પ્રવૃત્તિઓ અને પશુપાલકોની મુલાકાત લઈ પશુપાલન માટે શું શું સારી કાળજી રાખવી તે અંગે અગત્યની જાણકારી મેળવી હતી.સાથે સાથે જોવા અને માણવા લાયક સ્થળો જેવા કે,વિશ્વ પ્રતિષ્ઠિત ધરોહર સમાન લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, પાવાગઢ,ડાકોર સહિતના યાત્રાધામો અને મંદિરોની મુલાકત પણ લીધી હતી.

- text