મોરબીમાં ઉમિયા સર્વિસ ક્લાસ ફોરમનો વાર્ષિક સમારોહ યોજાયો

- text


મોરબી : મોરબીના દ્વારકાધીશ ફાર્મ ખાતે ઉમિયા સર્વિસ ક્લાસ ફોરમનો વાર્ષિક સન્માન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં તેજસ્વી તારલાઓનું તેમજ બઢતી અને નિવૃત્તિ પામેલા કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમની શરૂઆત ઉમિયા માતાજીના આશીર્વાદ સાથે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ તકે ઉમિયા સર્વિસ ક્લાસ ફોરમના પ્રમુખ અશ્વિનભાઈ જી. એરણિયા દ્વારા સર્વે મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને શાલ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.

આ સમારોહમાં પોપટભાઈ કગથરા – પ્રમુખ, ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ, ડૉ. મનુભાઈ કૈલા – પ્રમુખ , સમુહલગ્ન સમિતિ,કેશુભાઈ આદ્રોજા – પ્રમુખ, ઉમિયા સમાધાન પંચ, લિંબાભાઈ મસોત – પ્રમુખ, ઉમિયા મેરેજ બ્યુરો, ડૉ. ભાવેશભાઈ જેતપરિયા – પૂર્વ પ્રમુખ ઉમિયા સર્વિસ કલાસ ફોરમ,ભાણજીભાઈ આદ્રોજા – પ્રમુખ સિનિયર સિટીઝન તેમજ દિનેશભાઈ વડસોલા – પૂર્વ મંત્રી, ઉમિયા સર્વિસ કલાસ ફોરમ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. મંચસ્થ મહાનુભાવોના હસ્તે ફોરમના તેજસ્વી તારલાઓ, પ્રતિભાશાળી, વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરનાર તેમજ બઢતી પ્રાપ્ત કરતા અને નિવૃત થતા અધિકારી/ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મંચસ્થ મહેમાનો દ્વારા પારિવારિક અને સામાજિક વિકાસ માટે પ્રેરણા , પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર સમારોહનું સફળ સંચાલન અને એન્કરિંગ કારોબારી સભ્ય હર્ષદભાઈ ટી.મારવાણિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આભારદર્શન કારોબારી સભ્ય શૈલેષભાઇ એ.ઝાલરીયા દ્વારા પ્રસ્તુત થયું.આ સમારોહને સફળ બનાવવા માટે ફોરમ પરિવારના સર્વે કારોબારી સભ્યઓ, સલાહકાર સમિતિના સભ્યો, જુદી જુદી સમિતિના કન્વીનરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text