વાંકાનેરના તીથવા નજીક વાહન સામસામે આવી જતા યુવાનને ઢીબી નાખ્યો 

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકા ગામથી તીથવા ગામ તરફ જવાના જુના મારગે નાલા પાસે બે વાહનો સામસામે આવી જતા વાહન ચાલક યુવાને સામે વાળા વાહન ચાલકને વાહન પાછળ લેવાનું કહેતા ચાર શખસોએ યુવાનને લાકડાના ધોકા વડે ઢીબી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકા ગામથી તીથવા ગામ તરફ વાહન લઈને જઈ રહેલા ફરિયાદી તૌફીકભાઈ અબ્દુલભાઈ ગઢવારા રહે.તીથવા તા.વાંકાનેર વાળાના વાહન સામે આરોપી ગુલામહુસેન આહમદખાના રહે. પાંચ દ્વારકા વાળનું વાહન આવી જતા તૌફિકભાઈએ હાથનો ઈશારો કરી વાહન પાછું લેવાનું કહેતા આરોપી ગુલામહુસેન આહમદખાના, હુસેન આહમદખાના, શાકીર ગુલામ અને રજાક આહમદ રહે. તમામ પાંચ દ્વારકા વાળાઓએ તૌફીકભાઈને લાકડાના ધોકા વડે તેમજ ઢીકાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડતા ચારેય વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text