વાંકાનેર : મોહમદી લોકશાળા ખાતે જીલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ 

- text


વાંકાનેર : વાંકાનેરની મોહમદી લોકશાળા ખાતે જીલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 7 વર્ષથી લઈને 13 વર્ષના બાળકોએ પોતાનામાં છુપાયેલી પ્રતિભા ખીલવી હતી.

મોરબી જીલ્લા કક્ષાના બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, દોહા-છંદ-ચોપાઈ, લોકવાર્તા, સર્જનાત્મક કામગીરી, ચિત્રકલા, લગ્નગીત સ્પર્ધા, લોકવાદ્ય સંગીત, એકપાત્રીય અભિનય, લોકગીત, ભજન, સમૂહગીત તેમજ લોકનૃત્ય જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સ્પર્ધા અ અને બ એમ બે વિભાગમાં રાખવામાં આવી હતી. બંને વિભાગ થઈને 300થી પણ વધુ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ બાળકોએ પોતાની સર્જનાત્મક શક્તિ બતાવી હતી.

- text

- text