મોરબીમાં 1100 લોકોએ સાયકલોફનમાં ભાગ લીધો

- text


પ્રજ્ઞાચક્ષુ પુનવર્સન કેન્દ્ર આયોજિત 5, 10, 20 કિમિના અંતર સુધી સાયકલ યાત્રામાં 5 વર્ષના બાળકથી માંડીને જૈફવયના લોકો જોડાયા

મોરબી : મોરબીમાં સાયકલ ચલાવો અને બીમારીઓ ભગાડો તેવા ઉદ્દેશ સાથે આજે વહેલી સવારે પ્રજ્ઞાચક્ષુ પુનવર્સન કેન્દ્ર આયોજિત 5, 10, 20 કિમિના અંતર સુધી સાયકલ યાત્રામાં 5 વર્ષના બાળકથી માંડીને જૈફવયના 1100 લોકો જોડાયા હતા અને જોશભેર સાયકલ ચલાવી શારીરિક તંદુરસ્તી મેળવી હતી.

મોરબીના લક્ષ્મીનગર ગામે આવેલા પ્રજ્ઞાચક્ષુ પુનવર્સન કેન્દ્ર દ્વારા મીડિયા પાટનર મોરબી અપડેટના સહયોગથી લોકોમાં સાયકલ ચલાવવામાં જાગૃતિ આવે એ હેતુસર આજે રવિવારે વહેલી સવારે સાયકલોફનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયકલ ચલાવીને તંદુરસ્તી મેળવવાના આ આયોજનને લોકો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો અને 1100થી વધુ લોકોએ નોંધણી કરાવી સાયકલોફનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આજે વહેલી વહેલી સવારે 5-30 વાગ્યે કડકડતી ટાઢમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દોડવીર ડો. અનિલભાઈ પટેલ, યંગ ઇન્ડિયા ગ્રૂપના દેવેનભાઈ રબારીએ મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતેથી સાયકલોફનને પ્રસ્થાન કરાવ્યું હતું અને આ સાયકલો ફનમાં ભાગ લેનાર તમામને ટીશર્ટ, ટોપી અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા અને નાના બાળકોને ગિફ્ટ આપવામાં આવી હતી. સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે યોજયેલા સાયકલોફનમાં 5 કિમિમાં 550, તેમજ 10 કિમિ અને 20 કિમિ સુધી 5 વર્ષના બાળકોથી માંડીને જૈફ વયના દોડવીર ડો. અનિલ પટેલ સહિતના 1100 જેટલા લોકોએ સાયકલ ચલાવીને શારીરિક તંદુરસ્તી મેળવી હતી અને લોકોને બીમારીઓથી દૂર રહેવા નિયમિત સાયકલ ચાલવાનો મેસજ આપ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ હરીશભાઈ શેઠ, ડો. પારેખ પ્રસુન્ન, તેજસભાઈ, તેમજ હાતિમભાઈ રંગવાલાએ ભારે જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યકમનું સંચાલન એન્કર અમિષા રાચ્છે કર્યું હતું

- text

- text