કારમી મંદીના સામના બાદ હવે 2024ના આગામી બેજટમાં સિરામિક ઉદ્યોગને રાહતની અપેક્ષા

- text


ઇન્ટરનેશનલમાં નેચરલ ગેસના ભાવ નીચા હોવાથી હવે સીરામીક ઉદ્યોગને નેચરલ ગેસના ભાવમાં રાહત મળવાની આશા સેવી રહ્યા છે

મોરબી : સમગ્ર ભારતમાં સૌથી વધુ ટાઇલ્સનું ઉત્પાદન કરતા અને મોટાભાગના દેશોમાં ટાઇલ્સનું મોખરાનું એક્સપોર્ટ કરી ચાઈનાને હંફાવતા મોરબીના સીરામીક ઉદ્યોગ માટે ગયું વર્ષ એટલે 2023નું વર્ષ કપરું સાબિત થયું હોય એમ આ ઉદ્યોગને ભંયકર મંદીએ એવો અજગરી ભરડો લીધો કે, વોલ ટાઇલ્સના 150 જેટલા સીરામીકના કારખાનાને તાળા મારવાની નોબત આવી હતી. એક્સપોર્ટમાં રાહત હતી પણ ડોમેસ્ટિક માર્કેટ સાવ ડીમ પડતા ઉપરથી દાઝ્યા પર ડામની જેમ નેશનલ ગેસના ભાવમાં સતત વધારો તેમજ કન્ટેનરના ભાડામાં વધારાથી સીરામીક ઉદ્યોગની કેડ ભાંગી ગઈ હતી તેવામાં આગામી બજેટમાં હવે સિરામિક ઉદ્યોગ સરકાર તરફથી રાહત મળવાની આશા અપેક્ષા સેવી રહ્યો છે.

મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, 2023નું વર્ષ સમગ્ર સીરામીક ઉદ્યોગ માટે ખૂબ જ કપરું અને કઠિન રહ્યું હતું.જેમાં ડોમેસ્ટિક માર્કેટ ખૂબ જ નબળું રહ્યું હતું. જેના કારણે પાતળા માર્જિન ગાળાને લીધે ખોટ સહન ન થતા નાના-નાના 150 જેવા એકમો બંધ રહ્યા હતા. જો કે એક્સપોર્ટનું લેવલ જળવાય રહ્યું હતું. જેથી 700થી વધુ એકમોમાં પ્રોડકશન ચાલુ રહ્યું હતું. પણ ડોમેસ્ટિક માર્કેટમાં મંદીને અસરને કારણે ઉદ્યોગકારોને નહિ નફો નહિ નુક્શાનના ધોરણે ધંધો કરવો પડ્યો હતો. એક્સપોર્ટ આખા વર્ષનું અંદાજીત રૂ.18 હજાર કરોડનું રહ્યું હતું. છ મહિના સુધી ભારે મંદી અને ઉપરથી આખા વર્ષ દરમિયાન નેચરલ ગેસના ભાવોમાં 20 ટકાનો વધારો થતાં ગયા વર્ષમાં સીરામીક ઉદ્યોગને મોટો માર પડ્યો હતો.

- text

મુકેશભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે, હાલ ઇન્ટરનેશનલ માર્કેટમાં નેચરલ ગેસના ભાવ નીચા હોય એટલે ભાવો ઘટી જતાં હવે સીરામીક ઉદ્યોગને નેચરલ ગેસના ભાવોમાં રાહત મળે એમ છે અને નેચરલ ગેસના ભાવમાં 15 ટકા ઘટવાની આશા છે. એટલે ગેસના ભાવ ઘટે તો એકસપોર્ટમાં ઉજળી તકોની આશા છે અને ડોમેસ્ટિક માર્કેટ પણ કવર કરી શકાશે.જ્યારે આગામી બજેટમાં સીરામીક ઉધોગમાં એકદમ ગુણવત્તા યોગ્ય ટાઇલ્સ માટે ઇન્ટરનેશનલ કક્ષાની ટેસ્ટીગ લેબ. સી.આર.આઈ. ડેવલોપમેન્ટ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર શ્રમિકોને શુદ્ધ પાણી પીવા માટેની પાઇપલાઇન, ગેસ માટે સ્પે.પેકેજ, નેચરલ ગેસનો જીએસટીમાં સમાવેશ કરે તો ગેસમાં છ ટકા વેટ લાગે છે ને એ ટેક્સમાંથી ઉદ્યોગકારોને મુક્તિ મળે, ઇન્ટરનેશનલ માર્કેટમાં હજુ વધુ નિકાસ કરવા માટે એફટીએમાં સમાવેશ કરે તો સાઉદી અરેબિયા, ઓમાન સહિતની કન્ટ્રીઓમાં સીરામીક ઉદ્યોગને એક્સપોર્ટની તક મળશે તેમ તેઓએ જણાવ્યું હતું.

- text