અફવાઓમાં ન દોરાતા : અકસ્માતના નવા કાયદા અંગે ટ્રક માલિકો – ચાલકોને પોલીસે માર્ગદર્શન આપ્યું

- text


મોરબી : હાલ ₹માં સમગ્ર દેશમાં અકસ્માત અંગેના નવા કાયદામા કરવામાં આવેલ સુધારા અંગે ટ્રક ડ્રાઇવરોમા ફેલાયેલ અફવાઓના આધારે ટ્રક ડ્રાઇવરો દ્વારા જુદી જુદી જગ્યાએ વિરોધ પ્રદર્શનો કરી ચક્કાજામ કરવામાં આવે છે ત્યારે આજે મોરબી પોલીસ દ્વારા ટ્રક માલિકો અને ટ્રક ચાલકોને સાચી હકીકતથી વાકેફ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કેન્દ્ર સરકારના નવા કાયદા અંગે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ આજરોજ મોરબી જિલ્લા ટ્રાન્સપોર્ટ એસોસિએશન, ટ્રક માલિકો અને ટ્રક ડ્રાઇવરો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં આવેલ તમામ ને ટ્રાફિક પીઆઇ લગારિયા તેમજ મોરબી તાલુકા પીઆઇ વાળા દ્વારા નવા કાયદા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ કોઈ અફવામાં આવી કે કોઈના ઉશ્કેરવાથી ખોટી રીતે કોઈ કાયદા વિરુદ્ધનું કૃત્ય ન કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

- text

આ મીટીંગ મા ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખ પ્રભાતભાઈ ડાંગર તેમજ ખુબ જ બહોળી સંખ્યામાં ટ્રક માલિકો તેમજ ટ્રક ડ્રાઇવરો હાજર રહેલ હતા અને પોલીસ વિભાગના માર્ગદર્શન બાદ નવા કાયદા અંગે સમજ મેળવી હતી.

- text