મોરબીમાં સીરામીક ફેકટરીમાં લોડર હડફેટે વૃદ્ધનુ મોત 

- text


મોરબી : મોરબીના લાલપર ગામ નજીક આવેલ સનગ્લોસ સીરામીકના માટી ખાતામાં લોડર ચાલકે પાછળ જોયા વગર એકદમ સ્પીડમાં લોડર રિવર્સમાં લેતા પાછળ ઉભેલ સુપરવાઈઝર એવા વૃદ્ધને હડફેટે લઇ લોડરનું તોતિંગ વ્હીલ વૃદ્ધ ઉપર ફેરવી દેતા વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ સનગ્લોસ સીરામીક કારખાનાના માટી ખાતામાં ફરજ બજાવતા પ્રેમજીભાઈ રતુભાઇ ઓગાણજા ઉવ.65 પોતાના વિભાગમાં સુપરવિઝન કરી રહ્યા હતા ત્યારે લોડર નંબર GJ-36-S-1057 વાળાના ચાલકે પોતાના હવાલાવાળુ લોડર પાછળ જોયા વગર એકદમ રિવર્સ લેતા પ્રેમજીભાઈ રતુભાઇ ઓગાણજા જમીન ઉપર પડી ગયા હતા અને તેમની ઉપર લોડરનું તોતિંગ વ્હીલ ફરી વળતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મરણ જનારના પુત્ર દિલીપભાઈ પ્રેમજીભાઈ ઓગાણજાની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે લોડર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- text