માળીયાના મોટી બરાર ગામે પારિવારિક ઝઘડામાં વળતી ફરિયાદ નોંધાઈ 

- text


મોરબી : માળીયા તાલુકાના મોટી બરાર ગામે સંડાસ-બાથરૂમ બનાવવા પાયા માટેનો ખોદેલ ખાડો બુરવાની ના પાડતા મોટા સસરા, સાસુ તથા તેમના દીકરાની વહુ દ્વારા પરિણીતા ઉપર હુમલો કરવામાં આવ્યાની ફરિયાદ નોંધાવી હતી ત્યારે સામાપક્ષે કુટુમ્બીક મોટી સાસુ દ્વારા પરિણીતાના પરિવાર સહિતના ચાર સભ્યો ઝપાઝપી કરી મારકૂટ કરવાની વળતી ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષની ફરિયાદને આધારે તપાસ હાથ ધરી છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા તાલુકાના મોટી બરાર ગામે રહેતા જયાબેન ભુરાલાલ ખીમજીભાઇ મુછડીયાએ આરોપી કિશોરભાઇ ખીમજીભાઇ મુન્સી, નિશાબેન કિશોરભાઇ મુન્સી, દિપક કિશોરભાઇ મુન્સી તથા ભારતીબેન દિપકભાઇ મુન્સી રહે.બધા મોટી બરાર તા.માળીયા મી.જી.મોરબી વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી જયાબેન અને આરોપીઓ એક જ કુટુંબના હોય અને બાજુબાજુમા રહેતા હોય જેઓને સંડાસ બાથરૂમની જમીન બાબતે વિવાદ ચાલતો હોય અને જયાબેન તથા તેમના દીકરાની પત્ની દક્ષાબેન આરોપીઓએ ખોદેલ સંડાસ બાથરૂમના પાયા બુરતા હોય તેઓની સાથે આરોપીઓએ ઝપાઝપી કરી ફડાકા તથા ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનામા એકબીજાને મદદગારી કર્યાની ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી તમામ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- text