ઈવીએમ-વિવિપેટ અંગે મતદાર જાગૃતિ માટે મોરબી જિલ્લામાં આજથી ડેમોન્સટ્રેશન વાન ફરશે 

- text


જિલ્લાના ગામડે ગામડે મતદાર જાગૃતિ માટેની ડેમોન્સટ્રેશન વાનને કલેકટર લીલીઝંડી આપશે 

મોરબી : આગામી લોકસભા ચૂંટણી પૂર્વે મતદારોમાં ઈવીએમ અને વિવિપેટ અંગે કોઈ શંકા કુશંકા ન રહે અને લોકો જાગૃત થાય તે માટે આજથી સમગ્ર મોરબી જિલ્લામાં ડેમોન્સટ્રેશન વાન ફરશે, આ વાનને આજે મોરબી જિલ્લા કલેકટર લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ આગામી સમયમાં આવનાર લોકસભા ચૂંટણીમાં લોકોને ઈવીએમ-વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય તથા જાગૃતિ વધારવાના હેતુથી આજે તા.1 જાન્યુઆરીથી તા.29 ફેબ્રુઆરી સુધી મોબાઈલ ડેમોન્સટ્રેશન વાન(MDV) જિલ્લામાં ભ્રમણ કરનાર છે. આજરોજ સવારે 11.30 કલાકે કલેકટર કચેરી ખાતેથી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા આ ખાસ વાનને પ્રસ્થાન કરાવશે.

- text