દિલ કો દેખો ચહેરા ન દેખો ! મોરબીમાં વર-વધુ વિવાહ સંસ્કાર પ્રશિક્ષણ વર્ગ યોજાયા

- text


વિવાહ એ મોજમજા માટે નહીં પણ સુખદુઃખમાં એકમેકને આત્મીયતાથી પ્રેમ કરીને છેલ્લી ઘડી સુધી સાથ નિભાવશો તો ભવસાગર પણ તરી જવાશે : તજજ્ઞ

મોરબી : આદિકાળથી પેઢી દર પેઢીમાં વિવાહ એવું બંધન છે કે, એ યુગલને એક જન્મ જ નહીં સાતે સાત ભવ સુધી એકમેકનો અંતમિયતાથી સાથ નિભાવાનો હોય છે. જો કે લોકશાહી પહેલા દરેક વડીલો પોતાના સંતાનોને દેખાડ્યા વગર જ લગ્ન કરી નાખતા અને સૌથી મહત્વની વાત લગ્નના દિવસે જ વર વધુ એકબીજાના ચહેરા જોઈ શકતા, આમ છતાં એમનું લગ્નજીવન સુખરૂપ આજીવન ટકતું. પણ આજકાલ દીકરી દીકરા લગ્ન પહેલા એકબીજાને જોયા હોય અને સાથે હર્યા ફર્યા હોવા છતાં લગ્ન બાદ વાત છૂટાછેડા સુધી પહોંચી જાય છે. આથી લગ્નનું પવિત્ર બંધન એકબીજાની મોજ મજા માટે મહીં પણ સંસાર જીવનમાં દરેક સુખદુઃખમાં એકબીજાના પૂરક બની સંસારનો ભવસાગર તરી શકાતો હોવાના ઉદેશ્ય સાથે મોરબીના સરસ્વતી શિશુ મંદિર ખાતે બે દિવસીય વર-વધુ ચયન અને વિવાહ સંસ્કાર પ્રશિક્ષણ વર્ગ યોજાયા હતા.

પુનરુત્થાન વિઘાપીઠ મોરબી કેન્દ્ર દ્વારા આયોજિત જીવનસાથી પસંદગીના ધોરણોનો જાણકારી આપવા માટે પ્રશિક્ષણ વર્ગમાં પુનરુત્થાન વિઘાપીઠ કુલપતિ ઇન્દુમતીબેને મોરબીમાં કોલેજ ભણતા કે કોલેજ કરીને વિવાહ માટે યોગ્ય થયેલા 70 જેટલા યુવક-યુવતીઓને ભારતીય સંસ્કૃતિમાં વિવાહના સાત જન્મોના બંધન અને પરંપરાગત વિવાહની પદ્ધતિને સમજાવી હતી. જેમાં માત્ર મોજ મજા માટે નહીં પણ વંશ પરંપરા જાળવવા, પૂર્વજોનું ઋણ અદા કરવા અને સમર્થ નવી પેઢીને જન્મ આપવા માટે વિવાહ થાય છે. જેમાં બધા યુવક યુવતીઓને સારા બનવું છે પણ સારા બનવા માટે શું કરવું જોઈએ એનું જ્ઞાન હોતું નથી.એટલે વિવાહ માટે લાયક મુરતિયા અને સુયોગ્ય કન્યા માટે યુવાનોને પહેલા શુદ્ધ ચારિત્ર્યવાન થવું જોઈએ અને દરેક યુવક યુવતીઓને યુવાનીના ચંચળ મનને સંયમમાં રાખી દરરોજ પૌષ્ટિક આહાર વિહાર, વ્યાયામ, આસન પ્રણાયમ સહિતના યોગા કરી ઘરોમાં દરરોજ ધર્મ અને સંસ્કૃતિના જતન માટે ભગવાન કે માતાજીના થતા પૂજા પાઠ, વ્રત, ઉત્સવનો લાભ લઇ આરાધના કરીને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખવી જોઈએ.સંગીત, કલા,નૃત્ય, ભરત ગૂંથણ, ગૃહ સંચાલનની કામગીરી દરેક યુવતીઓએ શીખી માત્ર શારીરિક જ નહીં પ્રેમ નિષ્ઠા, ત્યાગ અને સમર્પણ એટલે વિવાહ એ મૂળ ઉદેશયને સમજી નાની મોટી વાતે ગુહ ક્લેશ ન કરીને લગ્ન વિચ્છેદની કલ્પના પણ ન કરી જોઈએ અને લવ મેરેજ કે અરેન્જ મેરેજમાં જીવનસાથેની પસંદગીમાં રૂપને નહિ ગુણને મહત્વ આપવું અને જો રૂપથી મોહિત થઈ જશો તો જિંદગીભર પસ્તાવાનો વારો આવશે. આ તકે સરસ્વતી શિશુ મંદિરના જયંતિભાઈ રાજકોટિયા, વિષ્ણુભાઈ, દિપકભાઈ સહિતના જોડાયા હતા.

- text

- text