ભૂરાના દારૂ- બિયરનું રખોપુ કરતો સગીર પકડાયો

- text


વાંકાનેરના લાકડધાર ગામની સીમમાંથી પોલીસે સગીરને ઝડપી લઈ બુટલેગરને ફરાર જાહેર કર્યો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો છુપાવી બુટલેગર ભૂરો અને એક સગીર વિદેશી દારૂ બિયરનું વેચાણ કરતા હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી દારૂ બિયરનું રખોપુ કરી રહેલા સગીરને રૂ.14,600ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જો કે, મુખ્ય બુટલેગર પોલીસને હાથ લાગ્યો ન હતો.

- text

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેટ તાલુકાના લાકડધાર ગામની સીમમાં તળાવ નજીક વિદેશી દારૂ અને બિયરનો જથ્થો છુપાવી એક કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર આરોપી તેમજ મહેશ ઉર્ફે ભૂરો ભનાભાઈ અણીયારીયા નામનો બુટલેગર વેચાણ કરતા હોવાની બાતમીને આધારે ઉપરોક્ત સ્થળે પોલીસે દરોડો પાડતા બાળ કિશોર અહીં આંટાફેરા કરી દારૂ બિયરના જથ્થાનું રખોપુ એટલે કે ધ્યાન રાખતો હોય પોલીસે ઝડપી લઈ પૂછતાછ કરતા દારૂ તેમજ બિયરનો કુલ મળી રૂપિયા 14,600નો જથ્થો જેમાં બિયર ટીન 40 તેમજ વિદેશી દારૂની 28 બોટલ કાઢી આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી ફરાર આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.

- text