30 અને 31 ડિસેમ્બરે મોરબીમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

- text


નાગરિકોની રજૂઆતો અને અરજીઓનો સ્થળ પર નિકાલ કરાશે

મોરબી : મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તારીખ 30 અને 31 ડિસેમ્બર એમ બે દિવસ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સરકારની વિવિધ યોજનાઓના લાભ અને સહાયતા અંગેની નાગરિકોની રજૂઆતો/અરજીઓના સ્થળ પર જ ઉકેલ માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ મોરબીમાં 30 અને 31 ડિસેમ્બરના રોજ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં 30 ડિસેમ્બર ને શનિવારના રોજ સવારે 9 થી સાંજે 5 વાગ્ય સુધી વોર્ડ નંબર- 8 થી 13ના નાગરિકો માટે મોરબીના શનાળા રોડ પર આવેલા હાઉસિંગ બોર્ડ, એ.કે. કોમ્યુનિટી હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. જ્યારે 31 ડિસેમ્બર ને રવિવારના રોજ વોર્ડ નંબર 1 થી 7ના નાગરિકો માટે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી મોરબીના મણીમંદિર પાછળ આવેલી તાલુકા શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. આ સેવા સેતુ કાર્યક્રમમાં આવનાર અરજદારે પાસપોર્ટ સાઈઝના બે ફોટા, ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડની નકલ લઈને આવવા જણાવાયું છે. અરજી બપોરે 2 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે. આ સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓ અંગેની રજૂઆતોનો ઉકેલ સ્થળ પર કરી આપવામાં આવશે.

- text

- text