અણીયારી ટોલનાકા પાસેથી કતલખાને લઈ જવાતા પશુઓને બચાવાયા

- text


મોરબી : મોરબી હિન્દુ યુવા વાહિની અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના મોરબી, વિરમગામ, લીંબડી અને ચોટીલાના ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા પશુઓને બચાવીને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

- text

ગૌરક્ષકોને ગઈકાલે 28 ડિસેમ્બરના રોજ માહિતી મળી હતી કે એક તુફાન ગાડીમાં મોટી સંખ્યામાં પશુઓને કચ્છના સામખીયારી તરફથી ભરીને માળીયા, હળવદ થઈને અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહ્યા છે. આ વિગતોને આધારે ગૌરક્ષકોએ વોચ ગોઠવી હતી અને મળેલી માહિતી પ્રમાણે જીજે-05-બીઝેડ-9347 નંબરની તુફાન ગાડી પસાર થતાં ગૌરક્ષકો અને પોલીસે તેનો પીછો કર્યો હતો અને માળીયાના અણીયારી ટોલનાકાથી આગળ ગાડીને ઉભી રાખી હતી. જેમાં તપાસ કરતાં 12 પશુઓ જોવા મળ્યા હતા. તુફાન ગાડીના ડ્રાઈવરને પૂછતાં તેણે આ પશુઓને કતલખાને લઈ જવાતા હોવાની હકીકત જણાવી હતી. જેથી પોલીસે ડ્રાઈવર અને તેની સાથે રહેલા અન્ય એક શખ્સને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં કતલખાને લઈ જવાતા પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા. આ કાર્યમાં ગૌરક્ષકોને માળીયા પોલીસનો સહકાર મળ્યો હતો.

- text