મોરબીના બંધુનગર નજીક રસ્તો ઓળંગી રહેલા યુવાનનું ટ્રક હડફેટે મૃત્યુ

- text


મોરબી : મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર બંધુનગર નજીક રસ્તો ઓળંગી રહેલા મૂળ ઉત્તરપ્રદેશના અને હાલમાં વેરોના સિરામિક ફેકટરીમાં લેબર કોલોનીમાં રહેતા સંતોષ કેદાર પાલને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text