માળીયાના સરવડ નજીક ટ્રકની ઠોકરે બાઈક ચાલકનું મૃત્યુ

- text


માળીયા : માળીયા તાલુકાના સરવડ નજીક રોંગ સાઈડમાં ધસી આવેલા ટ્રક ચાલકે બાઈક લઈને જઈ રહેલા રમેશભાઈ ભલાભાઈ ટોયટા નામના વ્યક્તિને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોચાડતા મૃત્યુ નીપજ્યું હતું. સાથે જ ટ્રકમાં બેઠેલા વ્યક્તિને પણ આ અકસ્માતમાં ઇજાઓ પહોંચી હતી. બનાવ બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી નાસી જતા માળીયા પોલીસે જીજે – 07 – UU – 3238 નંબરના ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કર્યો છે.

- text