બેલા ખોખરા રોડ ઉપર વીજ તારને અડકી જતા કન્ટેનર ભડ ભડ સળગ્યું

- text


એસ્ટિક સિરામિક સામે વીજળીના તાર નીચે આવી ગયા હોય છાસવારે બનતી ઘટના

મોરબી : મોરબીના બેલા ગામથી ખોખરા ગામ જતા મુખ્ય રોડ ઉપર વીજળીના જીવતા તાર સાવ નીચે આવી ગયા હોય એક કન્ટેનર વળાંક વળવા જતા વીજ તાર સાથે ટકારતા કન્ટેનર ટ્રક ભડ ભડ સળગી ઉઠ્યો હતો.

બનાવ અંગે સ્થાનિકો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ બેલા ગામથી ખોખરા ગામ જતા મુખ્ય રોડ ઉપર છેલ્લા લાંબા સમયથી વીજળીના જીવતા તાર સાવ નીચે આવી ગયા છે. આ સંજોગોમાં અહીંથી પસાર થઈ રહેલ એક કન્ટેનર વિજતારને અડકી જતા કન્ટેનર ભડભડ સળગી ઊઠ્યું હતું અને કન્ટેનર ચાલકનો માંડ જીવ બચ્યો હતો.

- text

- text