અંતે મોરબી જિલ્લા પંચાયતની તમામ સમિતિઓની રચના, વિકાસકામોને લીલીઝંડી

- text


ડીડીઓના બંગલાના ફર્નિચર રખરખાવ માટે 20 લાખ રૂપિયા ફાળવાયા

મોરબી : ભાજપ શાસિત મોરબી જિલ્લા પંચાયતની બીજી ટર્મ માટે થોડા સમય પહેલા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાયા બાદ આંતરિક ખેંચતાણને કારણે જિલ્લા પંચાયતની સમિતિઓની રચનાનું કોકડું ગુંચવાયું હતું. જો કે જે તે સમયે એકમાત્ર કોરોબારી સમિતિની રચના થયા બાદ આજે બાકીની અન્ય સમિતિઓની રચનાનું કોકડું ઉકેલાય જતા સમિતિઓની રચના કરવામા આવી હતી.

મોરબી જિલ્લા પંચાયતની મહત્વની સમિતિઓમાં થોડો ઘણો ફેરફાર કરાયો છે. જેમાં અગ્રણી અજયભાઈ લોરીયાને અગાઉની બોડીમાં મહત્વની એવી બાંધકામ સમિતિનું સુકાન આપવામાં આવ્યું હતું. પણ આ વખતે તેમને બાંધકામ સમિતિના ચેરમેન તરીકે દૂર કરીને હવે ઉત્પાદન સહકાર સિંચાઈ સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે જાહેર બાંધકામ સમિતિમાં મેરાભાઈ વીઠલાપરાને લેવામાં આવ્યા છે. જ્યારે શિક્ષણ સમિતિમાં ચંદ્રિકાબેન કડીવાર, આરોગ્ય સમિતિના ચેરમેન ડાંગરોચા સરોજબેન, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન લીલાબેન પરમાર, અપીલ સમિતિના ચેરમેન હંસાબેન પારઘીની નિયુક્તિ કરવામાં આવી છે.

- text

જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ડીડીઓના બંગલાના ફર્નિચર, રખરખાવ માટે 20 લાખ ફાળવાયા તેમજ સ્વભંડોળ , રેતી રોયલ્ટીના હેતુફેરના વહીવટી અને સૈદ્ધાંતિકના રૂ.7.95 કરોડને મંજૂરી અપાઈ હતી. જ્યારે ટંકારામાં આડેધડ પવનચકી નાખવા માટે ખેતીની જમીન અને તળાવમાં મનફાવે તેમ વિજપોલ નાખી દેવાતા હોય જેના લીધે ખેડૂતોને મુશ્કેલી પડતી હોવાની કોંગ્રેસની રજુઆતને ધ્યાને લઈને ડીડીઓએ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી. આ સભામાં હાજર રહેલા વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાંણીએ વાંકાનેરમાં મંજુર થયેલા રોડ રસ્તા સહિતના કામોને તાત્કાલિક કરવાનું જણાવ્યું હતું.

- text