મોરબીના સેન્ટમેરી ફાટકે ઓવરબ્રીજ બનાવવા રજૂઆત

- text


ટ્રાફિક નિવારવા માટે મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરતા સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવી

મોરબી : મોરબીના કુબેરનગર પાસે આવેલ સેન્ટમેરી રેલવે ફાટકે ટ્રાફિક ઘટાડવા ઓવરબ્રીજ બનાવવા માટે ટંકારાના વીરપર-મચ્છુના હસમુખભાઈ ગઢવીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે.

સામાજિક કાર્યકર્તા હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબીના કુબેરનગર-નવલખી ફાટક ઉપર રેલવે ઓવરબ્રીજ બનાવવાની તાતી જરૂરિયાત છે. આ કામ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા મંજૂર પણ થઈ ગયું છે અને રેલવે વિભાગ દ્વારા ફાટક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત પણ મંજૂર થયેલ છે. તો મોરબીની ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે રેલવે ઓવરબ્રીજ બનાવવો ખૂબ જ જરૂરી છે. જો આ ઓવરબ્રીજ બનશે તો વાહનચાલકોને ઈંધણનો વ્યય થતો અટકશે. તો વહેલી તકે કુબેરનગર પાસે રેલવ ઓવરબ્રીજ બનાવવાનું કામ શરૂ થાય તે માટે હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી છે.

- text

- text