મોરબીના 10 વર્ષના ભવ્ય અઘારાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં બીજો નંબર મેળવ્યો

- text


સરસ્વતી શિશુમંદિરના વિદ્યાર્થીએ જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં શાળાનું નામ રોશન કર્યું 

મોરબી : મોરબીના શક્ત શનાળા ગામની સરસ્વતી શિશુમંદિરમાં ધોરણ 4માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી ભવ્ય અઘારાએ મોરબી જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં બીજો નંબર મેળવીને પરિવાર અને શાળાનું નામ રોશન કર્યું છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા 26 ડિસેમ્બરના રોજ નવજીવન વિદ્યાલય ખાતે યોજાઈ હતી. જેમાં શક્ત શનાળા ગામની સરસ્વતી શિશુમંદિરમાં ધોરણ 4માં અભ્યાસ કરતાં 10 વર્ષના ભવ્ય અરવિંદભાઈ અઘારાએ બીજા નંબરે વિજેતા થઈ જુના દેવળીયા ગામ, શાળા તથા પરિવારનું જિલ્લા કક્ષાએ નામ રોશન કર્યું છે. હવે ભવ્ય અઘારા આગામી તારીખ 30 ડિસેમ્બરના રોજ રાજ્ય કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેવા જશે. આ સિદ્ધિ બદલ ભવ્ય અઘારાને સરસ્વતી શિશુ મંદિરના આચાર્ય, શિક્ષકો તેમજ યોગ ટ્રેનર નીરુબેન નિલેશભાઈ શેરસીયા તથા સમસ્ત અઘારા પરિવાર અને સગા-સંબંધીઓ શુભેચ્છા પાઠવવામાં આવી છે.

- text

- text