માળીયા તાલુકાની સહકારી મંડળીના પ્રમુખના ગેરવહીવટ સામે ઉપવાસ આંદોલન

- text


પ્રમુખે મનસ્વી નિર્ણય લઈ મંડળીના જુના સભ્યોને દૂર કરી પોતાના પરિચિતોને ગેરકાયદે સભ્યો બનાવ્યાની અનેક રજુઆત છતાં યોગ્ય કાર્યવાહી ન થતા મંડળીના જુના સભ્યોએ જંગ છેડયો

મોરબી : માળીયા તાલુકાની અનુ.જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળીના પ્રમુખે ગેરવહીવટી કરી મનસ્વી નિર્ણય લઈ મંડળીના જુના સભ્યોને દૂર કરી પોતાના પરિચિતોને ગેરકાયદે સભ્યો બનાવ્યાની અનેક રજુઆત છતાં યોગ્ય ન્યાય ન મળતા મંડળીના જુના સભ્યોએ જંગ આદર્યો છે. આ સહકારી મંડળીના જુના સભ્યોએ જિલ્લા કલેકટરને રજુઆત કરી આ મુદ્દે ન્યાય ન મળે ત્યાં સુધી ઉપવાસ આંદોલનના મંડાણ કર્યા છે.

માળીયા તાલુકાની અનુ.જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળીના જુના સભ્યોએ જિલ્લા કલેકટરને આવેદન આપીને જણાવ્યું હતું કે, આ સહકારી મંડળીના પ્રમુખે અંગત હિત ખાતર આપખુદશાહી વલણ અપનાવી ગેરકાયદે મંડળીના અગાઉના સભ્યોને દૂર કરી પોતાના લાગતા વળગતા લોકોને ગેરકાયદે સભ્યો બનાવી ભ્રષ્ટાચાર આચાર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જો કે ગેરકાયદે બનાવેલા સભ્યોમાંથી અમુક સભ્યો તો માળીયા તાલુકા બહારના છે. આથી આ કથિત ગેરરીતિ મામલે જુના સભ્યોએ ન્યાય મેળવવા માટે સંબધિત તંત્ર અને અધિકારીઓને અગાઉ અનેક રજુઆતો કરી હોવા છતાં આજદિન સુધી ન્યાય મળ્યો નથી. આથી ગેરરીતિ કરનાર મંડળીના પ્રમુખ સામે કાર્યવાહી કરી જુના સભ્યોને યોગ્ય ન્યાય આપવા માટે મોરબી જિલ્લા કલેકટરને આવેદન આપી 25 ડિસેમ્બરથી ઉપવાસ આંદોલનના મંડાણ કર્યા છે અને આ અંગે જ્યાં સુધી કડક કાર્યવાહી નહિ થાય ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રાખવાનું જણાવ્યું છે.

- text

- text