તારો શેઠ કેમ ફોન ઉપાડતો નથી કહી મોરબી યાર્ડની પેઢીના કર્મચારી ઉપર હુમલો 

- text


ચાર શખ્સોએ ઓફિસમાં ઘુસી કર્મચારીને સાવરણી, ખુરશીના ઘા કરી ફડાકા ઝીકી શેઠને પતાવી દેવાની ધમકી આપી 

મોરબી : મોરબીના માર્કેટિંગ યાર્ડમાં પેઢી ધરાવતા વેપારી ફોન ઉપાડતા ન હોવાનું કહી પેઢીની ઓફિસમાં ધસી આવેલા ચાર શખ્સોએ પેઢીના કર્મચારીને ગાળો આપી સાવરણી, ખુરશીના ઘા કરી ફડાકા ઝીકી શેઠને પતાવી દેવાની ધમકી આપતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી માર્કેટિંગ યાર્ડમાં દુકાન નંબર-15માં આવેલ રાજવી નામની પેઢીમાં જઈ આરોપી રોહીતભાઇ ભરવાડ અને ભોલુ જારીયા નામના શખ્સો તેમજ બન્ને સાથે આવેલ બીજા બે અજાણ્યા શખ્સોએ પેઢીના કર્મચારી મિલનભાઇ પ્રાણજીવનભાઇ કકાસણીયા, રહે.મોરબી પંચાસરરોડ નાની કેનાલ રોડ શીવપાર્ક ઉપાસના પેલેસ,મુળ.રહે.કલ્યાણપર તા.ટંકારા વાળાને ગાળો આપી તારો શેઠ ભરતભાઈ કેમ ફોન ઉપાડતો નથી તને પણ હવા આવી ગઈ છે તેવું કહી ઓફિસમાં પડેલી સાવરણી અને ખુરશી સહિતની વસ્તુઓના ઘા કરી હુમલો કરી બાદમાં ફડાકા ઝીકી તારા શેઠને પણ પતાવી દેવો છે તેવી ઢાંકી આપતા કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text