મોરબી જિલ્લા કક્ષાની સૂર્યનમસ્કાર સ્પર્ધામાં સાગર ફેફર અને દેવાંશી મારવણિયા પ્રથમ

- text


જિલ્લા કક્ષાની સ્પર્ધાના 6 વિજેતાઓ 30મીએ રાજ્ય કક્ષાએ લેશે ભાગ

મોરબી : ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી દ્વારા સંચાલીત જિલ્લા કક્ષા સુર્ય નમસ્કાર સ્પર્ધા નવજીવન વિદ્યાલય, સજનપર ધુનડા રોડ, મોરબી ખાતે યોજાઈ હતી.

મોરબી જિલ્લામાં સુર્યનમસ્કારની સ્પર્ધા માટે અંદાજીત ૭૦,૦૦૦ જેટલુ રજીસ્ટ્રેશન થયેલ હતું. જેમાં ગ્રામ્ય / વોર્ડ કક્ષાની સ્પર્ધાના પ્રથમ વિજેતા ભાઇઓ તથા બહેનોએ તાલુકા / નગરપાલીકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલ અને તાલુકા / નગરપાલીકા કક્ષાના પ્રથમ વિજેતા ભાઇઓ તથા બહેનો જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલ. તાલુકા / નગરપાલીકા કક્ષાની સ્પર્ધાનાં તમામ તાલુકાના વિજેતા મળીને કુલ ૫૪ સ્પર્ધકોએ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલ. આ સ્પર્ધા નવજીવન વિદ્યાલય – મોરબી ખાતે યોજવામાં આવેલ. આ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ત્રણ આવનાર ભાઇઓ તથા બહેનો આગામી તા. ૩૦/૧૨/૨૦૨૩ના રોજ રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે જશે.

- text

જિલ્લા કક્ષાએ ભાઇઓમાં પ્રથમ નંબરે ફેફર સાગરભાઇ, દ્વિતીય નંબરે અઘારા ભવ્ય અને તૃતીય નંબરે લિખિયા કરનભાઇ આવ્યા છે. બહેનોમાં પ્રથમ નંબરે મારવણિયા દેવાંશી, દ્વિતીય નંબરે પટેલ રૂચા અને તૃતીય નંબરે દેસાઇ ઇશ્વા આવ્યા છે.

- text