મોરબીના સામાકાંઠા વિસ્તારની સોસાયટીમાં ગટરના ગંદા પાણી ઘરોમાં ફરી વળ્યાં

- text


ભૂગર્ભ ગટરની સમસ્યા 4 દિવસમાં ન ઉકેલાય તો ગટરના ગંદા પાણી નગરપાલિકામાં ઠાલવવાની ચીમકી

મોરબી :મોરબીના સામાકાંઠે લાલબાગ પાછળ આવેલી રિલીફનગર સોસાયટીમાં ગટર ઉભરવાની સમસ્યા એટલી હદે વકરી છે કે ગટરના ગંદા પાણી ઘરોમાં ઘુસી જતા રહીશો મુશ્કેલીમાં મુકાય ગયા છે. અનેક રજુઆત છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા 4 દિવસમાં આ ગટરની સમસ્યા હલ ન થાય તો નગરપાલિકામાં ગટરના ગંદા પાણી ઠાલવી દેવાની ચીમકી આપી છે.

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, અશોકભાઈ ખરચરિયા, ચિરાગભાઈ સેતાએ નગરપાલિકા તંત્રને રજુઆત કરી હતી કે, મોરબીના સામાકાંઠે આવેલી રિલીફનગર સોસાયટીને ભૂગર્ભ ગટરના ગંદા પાણી ધમરોળી રહ્યા છે. રિલીફનગરના બ્લોક ન.30થી 40, 73થી80 વચ્ચે ગટર ઉભરાયને ગટરનું ગંદુ પાણી ઘરોમાં ઘુસી ગયું છે. જ્યારે આ સોસાયટીમાં યોગેશ્વર મહાદેવ મંદિર આવેલું હોય અને આસપાસના મોટી સંખ્યામાં લોકો દર્શને આવતા હોય પણ ગટરના ગંદા પાણીમાં ચાલીને મંદિરે દર્શન કરવા જવું પડતું હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ ઉપરાંત આજુબાજુના રહેઠાણ વિસ્તારોમાં પણ ગટરના ગંદા પામી ઘુસી જતા હોવાથી લોકોને ઘરોમાં રહેવું મુશ્કેલ બન્યું છે. ગટરના ગંદા પાણીથી રોગચાળાનો ભય હોવા છતાં તંત્ર એકપણ રજુઆત કાને ન ધરતા અંતે 4 દિવસમાં આ ગટરની સમસ્યા નહિ ઉકેલાય તો નગરપાલિકામાં ગટરના ગંદા પાણી ઠાલવવાની ચીમકી આપી છે.

- text

- text