મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર દ્વારા 7મીએ સાયક્લો ફનનું આયોજન

- text


સમગ્ર ઈવેન્ટમાં મોરબી અપડેટ મીડિયા પાર્ટનર તરીકે રહેશે

મોરબી : સી.યુ. શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ- સુરેન્દ્રનગર સંચાલિત પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર દ્વારા આગામી તારીખ 7 જાન્યુઆરી ને રવિવારના રોજ મોરબીમાં સાયક્લો ફન 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર ઈવેન્ટમાં મોરબી અપડેટ મીડિયા પાર્ટનર તરીકે સેવા આપશે.

7 જાન્યુઆરી ને રવિવારના રોજ મોરબીના શનાળા રોડ પર નવા બસ સ્ટેન્ડ પાસે આવેલા સ્વામિનારાયણ મંદિરથી આ સાયક્લો ફન યોજાશે. 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 20 કિલોમીટરની આ સાયક્લો ફનમાં ભાગ લેવા માટે એન્ટ્રી ફી 150 રૂપિયા રાખવામાં આવી છે. ભાગ લેનાર દરેક સ્પર્ધકને ફ્રી ટી-શર્ટ, ટોપી આપવામાં આવશે અને સાથે જ દરેકને મેડલ અને સર્ટિફિકેટ પણ આપાશે. આ ઉપરાંત 12 વર્ષથી નીચેના બાળકોને ફ્રી ગિફ્ટ આપવામાં આવશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તારીખ 29 ડિસેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી લેવા જણાવાયું છે. રજિસ્ટ્રેશન કરાવવા માટે (1) ક્વિન્સ કેક (વસંત પ્લોટ-6, શનાળા રોડ, સ્ટે વેલ જીમની બાજુમાં મોરબી મો.નં. 93766 52360) (2) મે. ગણેશ સિમેન્ટ કુ. (જીઆઈડીસી મેઈન રોડ, મોરબી મો.નં. 92288 97372) (3) ફિઝિયોફીટ જીમ (વોડાફોન સ્ટોરની ઉપર, શનાળા રોડ, મોરબી. મો.નં. 95869 44555) (4) વન-અપ ટેલિફોમ (ઓમ શાંતિ શોપિંગ, ડાયમંડ માર્કેટ સામે, રવાપર રોડ, મોરબી મો.નં. 90905 88888) (5) ઈન્ડિયન હેર સલુન (બાપા સિતિરામ ચોક, રવાપર રોડ, મોરબી મો.નં. 93399 99925) (6) અરિહંત સુપર મોર (શોપ નંબર 1,2, માધવ કોમ્પલેક્ષ, ત્રાજપર ક્રોસ રોડ, મોરબી મો.નં. 98250 24532) (7) સેલ્યુલર વર્લ્ડ (ઓમ શાંતિ કોમ્પલેક્ષ, બીજા માળે, બાપા સિતારામ ચોક, રવાપર રોડ, મોરબી મો.નં. 99251 44933) ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.

- text

સ્પર્ધકોએ સ્પર્ધાના દિવસે સવારે 5.30 કલાકે હાજર થવા જણાવાયું છે. જેમાં 20 કિલોમીટરની સ્પર્ધા સવારે 6-15 વાગ્યા શરૂ થશે, 10 કિલોમીટરની સ્પર્ધા સવારે 6-30 કલાકે અને 5 કિલોમીટરની સ્પર્ધા સવારે 6-45 કલાકે શરૂ થશે. સ્પર્ધા પહેલા ટી-શર્ટ મેળવવા માટે તારીખ 3 જાન્યુઆરીના રોજ સવારે 9 થી 12 અને બપોરે 4 થી 7 વાગ્યા દરમિયાન ક્વિન્સ કેક અને મે. ગણેશ સિમેન્ટ કું. ખાતે સંપર્ક કરવા હરીશભાઈ શેઠ (મો.નં. 93761 60406), ડો. પરાગભાઈ પારેખ (મો.નં. 94282 679667) અને તેજશભાઈ બારા (મો.નં. 96879 99499)ની યાદીમાં જણાવાયું છે.

- text