હળવદમાં જુગારીઓ ઉપર ત્રાટકતી પોલીસ, ત્રણ દરોડા

- text


બે સ્થળે વરલી મટકા અને એક જગ્યાએ તીનપતિના જુગાર ઉપર તવાઈ, 2 આરોપી ભાગ્યા

હળવદ : હળવદ પોલીસે ગઈકાલે જુગારીઓ ઉપર તવાઈ ઉતારી અલગ અલગ ત્રણ દરોડામાં બે વરલી મટકાના જુગાર ઝડપી લઈ, જાહેરમાં તીનપતિ રમતા એક શખ્સને ઝડપી લીધો હતો જો કે આ દરોડા દરમિયાન બે આરોપીઓ નાસી ગયા હતા.

હળવદ પોલીસે પ્રથમ દરોડામાં શહેરના વિનોબા ગ્રાઉન્ડની બાજુમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લઈ જુગાર રમાડી રહેલા આરોપી નરેશભાઈ જગદીશભાઈ પરમારને વરલી મટકાના સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 1100 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

જ્યારે બીજા દરોડામાં પોલીસે ચોત્રાફળી વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા આરોપી ધીરુભાઈ ગોવિંદભાઇ રાઠોડને ઝડપી લીધો હતો જ્યારે આરોપી પ્રવીણભાઈ ઉર્ફે પલો હાથ ન લાગતા રોકડા રૂપિયા 7050 કબ્જે કરી બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

જ્યારે ત્રીજા દરોડામાં હળવદ પોલીસે ભવાનીનગર ઢોરા વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં તીનપતિનો જુગાર રમી રહેલા આરોપી અરવિંદભાઈ બચુભાઇ કુરિયાને રોકડા રૂપિયા 600 સાથે ઝડપી લીધો હતો. આ દરોડા દરમિયાન આરોપી અરવિંદભાઈ કોળી અને રહીમ નામનો આરોપી નાસી જતા ત્રણેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text