હળવદ – માળીયા હાઇવે ઉપર કતલખાને લઈ જવાતી 9 ભેંસના જીવ બચાવતી હળવદ પોલીસ

- text


ભેંસ લઈ જવાનો દાખલો આપનાર ટંકારાના ડેરી સંચાલક અને આઇસર ચાલક ક્લીનર સહિત ત્રણ વિરુદ્ધ ગુન્હો નોંધાયો

હળવદ : ગુજરાત સ્ટેટ પોલીસ કંટ્રોલ રૂમના મેસેજને આધારે હળવદ પોલીસે માળીયા – હળવદ હાઇવે ઉપર વોચ ગોઠવી આઇસર ગાડીમાં ક્રૂરતા પૂર્વક લઈ જવાતી નવ ભેંસોની જિંદગી બચાવી લઈ ટંકારાના ડેરી સંચાલક સહિત ત્રણ વિરુદ્ધ પશુ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

- text

જાણવા મળતી વિગતો મુજબ હળવદ પોલીસને નાઈટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટેટ કંટ્રોલ અને જિલ્લા પોલીસ કંટ્રોલ મોરબી તરફથી મળેલી સૂચના મુજબ હળવદ – માળીયા હાઇવે ઉપર વોચ ગોઠવી જીજે – 36 – ટી – 8929 નંબરના આઇસર ટ્રકને અટકાવી તલાશી લેતા આઇસરમાંથી ક્રૂરતા પૂર્વક બાંધીને લઈ જવાતી 9 ભેંસ મળી આવતા હળવદ પોલીસે આઇસર ચાલક કાસમભાઈ ઇબ્રાહિમભાઈ સુમરા, નવઘણભાઈ શિવાભાઈ નંદેસરિયા અને પશુઓ લઈ જવા માટે દાખલો આપનાર જીવણભાઈ ઘેલાભાઈ રબારી રહે. ત્રણેય ટંકારા વાળાઓ વિરુદ્ધ પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુન્હો નોંધી આઇસર ટ્રક સહિત 3.90 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી

 

- text