મોરબીના ખુટિયા જોરુકા ! બાઝતા, બાઝતા થાંભલો પાડી નાખ્યો

- text


સાવસર પ્લોટમાં ખુટિયા યુદ્ધમાં જર્જરિત વીજ પોલ રીક્ષા ઉપર ખાબક્યો

મોરબી : મોરબીના સાવસર પ્લોટમાં બપોર બાદ ખુટિયા વચ્ચે જોરદાર યુદ્ધ શરૂ થયું હતું અને ખુટિયા જર્જરિત વીજ થાંભલા સાથે ટકરતા થાંભલો નજીક પડેલી રીક્ષા ઉપર ખાબકતા રીક્ષાનો કડુસલો બોલી ગયો હતો.

મોરબી જુના બસસ્ટેન્ડ નજીક સાવસર પ્લોટમાં આવેલ મયાન હોસ્પિટલ વાળી શેરીમાં બપોરના સમયે જર્જરિત વીજ થાંભલો તૂટીને નજીકમાં પડેલી રીક્ષા ઉપર પડતા રીક્ષામાં નુકશાન પહોંચ્યું હતું. આ વિચિત્ર બનાવ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, શેરીમાં ખુટિયાઓ બાઝતા બાઝતા થાંભલા સાથે ટકરતા આ ઘટના ઘટી હતી. જો કે, થાંભલો તૂટી પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો અને વીજ તંત્ર દ્વારા તાબડતોબ તૂટી પડેલ વિજપોલ ખસેડી નવો વિજપોલ નાખવા મરામત કાર્ય શરૂ કરાયું હતું.

- text

- text