મોરબીના શિક્ષક પુત્ર તબીબની કામગીરીની ઓસ્ટ્રેલિયાથી પ્રશંશા

- text


રામકૃષ્ણને મિશન સંસ્થાનમા મોતિયો ઉતરાવવા આવેલ વૃધ્ધાના પુત્રીએ ડો.તરુણ વડસોલાના કામ, વર્તનથી અત્યંત ખુશ થઈ સંસ્થાને ઈમેઇલ કરી આભાર માન્યો

મોરબી : મોરબીના શિક્ષક દિનેશભાઇ વડસોલાના પુત્ર ડોક્ટર તરુણ વડસોલાએ રાજકોટ રામકૃષ્ણ આશ્રમ ખાતે મોતિયાનું સફળતાપૂર્વક ઓપરેશન કરતા ઓસ્ટ્રેલિયામાં નિવાસ કરતી એમની દીકરીએ તબીબની પ્રશંસા સાથેનો ઈમેઇલ કરી આભાર વ્યક્ત કર્યો હતો.

એક સમય એવો હતો કે દર્દીઓ ડોકટરને ભગવાન માનતા હતા. પણ કાળક્રમે દર્દી અને ડોકટર વચ્ચેના વ્યવહારમાં બદલાવ આવ્યો, દર્દીઓનો ડોક્ટર વચ્ચેના અહોભાવમાં ઓટ આવી છતાં પણ ખારા જળમાં મીઠી વીરડી સમાન એક પ્રસંગ સામે આવ્યો છે. જેમાં મોરબીના શિક્ષણ અગ્રણી દિનેશભાઈ વડસોલાનો પુત્ર ડો.તરૂણ વડસોલા હાલ રામકૃષ્ણ આશ્રમ – રાજકોટ ખાતે આઈ સ્પેશિયાલિસ્ટ તરીકે ફરજ બજાવે છે. એમની પાસે હંસાબેન માંકડીયા નામના પેશન્ટ મોતિયાનું ઓપરેશન કરાવે છે. ડો.તરૂણના કામથી, વર્તનથી તેઓ ખુબજ ખુશ થયા અને ઓસ્ટ્રેલિયામાં નિવાસ કરતી એમની દિકરી સરિતાને ડૉ. તરૂણના વર્તન, વ્યવહાર અને નિષ્ણાંત ચિકિત્સક વિશે વાત કરે છે. ત્યારે એ સરિતા પટેલે ડો.તરૂણ વડસોલાની કામગીરીને બિરદાવતો ઈ-મેઈલ રામકૃષ્ણ આશ્રમ-રાજકોટના સ્વામીજી પર ઓસ્ટ્રેલિયાથી મોકલીને ડોકટરની કદર કરી હતી. ઈમેઇલ આ પ્રમાણે છે

- text

આ ઇ મેઈલ અક્ષરસ: નીચે મુજબ છે.

પ્રિય 

ડૉ. તરુણ વડોસોલા, 

હું ઑસ્ટ્રેલિયાની સરિતા છું. જીલોંગ 3215. હું હંસાબેન માકડિયાની પુત્રી છું. જે તમારા દર્દીઓમાંથી એક છે જેમની મોતિયાની સર્જરી તમારા દ્વારા કરવામાં આવી છે. તમારી સખત મહેનત વિશે તમારા વિશે ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ લખવા માટે મારી માતા ખૂબ જ ખુશ, સંતુષ્ટ અને ઉત્સાહિત હતી. મારી માતાની સર્જરી દરમ્યાન અમે તમારા સમર્થન અને સુંદર સ્વભાવની ખૂબ પ્રશંસા કરીએ છીએ. તેમણે કહ્યું કે હું માત્ર ડૉ. તરુણને જ પસંદ કરું છું અને બીજું કોઈ નહીં. તમે મારી માતાની આંખો માટે જે કર્યું છે તેના માટે આભાર. સારી દ્રષ્ટિ હોવી અદ્ભુત છે. મોતિયો દૂર કરવા અને લેન્સ ઇમ્પ્લાન્ટ માટે આભાર. તે ખૂબ જ અસરકારક અને ઝડપી પ્રક્રિયા હતી અને મારી માતા જ્યારે તેનો અનુભવ અમારી સામે શેર કરી રહી હતી ત્યારે તે ખૂબ જ ખુશ હતી. તેણે એ પણ ઉલ્લેખ કર્યો કે તમે ખૂબ જ આદરણીય અને દયાળુ છો અને દરેક ડૉક્ટર તમારા જેવા હોવા જોઈએ. કોઈપણ દર્દી માટે તમે ભગવાન સિવાય બીજું કોઈ નથી કે જેનું અમે વર્ણન કરી શકતા નથી. અમે તમને તમારા ભવિષ્યની તમામ સફળતા સાથે અમારા હૃદયના તળિયેથી આશીર્વાદ આપીએ છીએ.

આભાર સરિતા પટેલ (ઓસ્ટ્રેલિયા) હંસાબેન માકડિયા (રાજકોટ – દર્દી).

- text