હળવદના ચાડધ્રા ગામના ગઢવી સમાજના અગ્રણી માધુભાઈનું અવસાન

- text


બે દિવસ પહેલા જ ભગીરથ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સંપન્ન થયો, હજારો લોકોએ કથા શ્રવણ કરી મહાપ્રસાદ પણ લીધો હતો

હળવદ : હળવદ તાલુકાના ચાડધ્રા ગામના ગઢવી સમાજના અગ્રણી માધુભા ડુંગરસંગ ગઢવીનું આજે 85 વર્ષની જૈફ વયે દુઃખદ અવસાન થયું છે.તેઓની અંતિમયાત્રા તેઓના ગામ ચાડધ્રાથી નીકળી હતી.

માધુભા ડુંગરસંગ ટાપરિયા (ગઢવી) નિવૃત્ત રેલવે પોલીસ મેન હતા.રેલવે પોલીસમાંથી નિવૃત્ત થયા બાદ સતત 25 વર્ષ સુધી ચાડધ્રા ગામના સરપંચ તરીકે સેવા આપી અને લોક ઉપયોગી કામો કર્યા હતા.હંમેશા લોકોને ઉપયોગી થવાની ભાવના સાથે જીવનના છેલ્લા શ્વાસ સુધી માધુભા લોક ઉપયોગી કામો કરતા રહ્યા હતા.ગત તારીખ 6ના રોજ ચાડધ્રા ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂજ્ય જીગ્નેશ દાદા (રાધે રાધે)ના મુખારવિંદેથી દરરોજના હજારો શ્રોતાઓએ કથાનું રસપાન કર્યુ હતું, સાથે જ માધુભાના આંગણે હજારો લોકોએ મહાપ્રસાદનો લાભ પણ લીધો હતો ભાગવત સપ્તાહ પૂર્ણ થઈ એના હજુ બે દિવસ જ થયા છે ત્યારે ગઈકાલે તેઓને છાતીમાં દુખાવો પડતાં અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં આજે તેઓનું દુઃખદ અવસાન થયું હતું.

- text

માધુભાઈ ગઢવીના બંને દીકરા પણ હાલ ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે તેઓના મોટા દીકરા જયરાજભાઈ ગઢવી ભાવનગર જિલ્લામાં પીએસઆઇ તરીકે તેમજ નાના દીકરા હિતેશદાન ગઢવી સુરત ખાતે પીઆઇ તરીકે ફરજ બજાવે છે.અત્રે ઉલ્લેખનીય છે કે માધુભા ગઢવીના આંગણે ગત 6 ડિસેમ્બરના રોજ ભાગવત સપ્તાહ નો પ્રારંભ થયો હતો ત્યારે સ્ટેજ પરથી માધુભા એ કહ્યું હતું કે આ ભાગવત સપ્તાહ જે વ્યક્તિ દિલથી સાંભશે તો કાં તો કૃષ્ણ અહીં આવશે અને કાં તો કૃષ્ણ વૈકુંઠધામ લઈ જશે.

- text