મોરબીના ગાંધીચોકથી ભડિયાદ સુધી સિટી બસ શરૂ કરવા માંગ

- text


મોરબી : મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પૂર્વ ઉપ પ્રમુખ હરીભાઈ રાતડીયાએ અધિક કલેક્ટરને લેખિત રજૂઆત કરીને મોરબીમાં ગાંધીચોકથી ભડિયાદ વે-બ્રીજ સુધી સિટી બસ સેવા શરૂ કરવા માંગણી કરી છે.

ભાજપ અગ્રણી હરીભાઈ રાતડીયાએ પોતાની રજુઆતમાં જણાવ્યું છે કે, મોરબીમાં સિટી બસનો રૂટ ગાંધીચોક, વી. સી. ફાટક, નટરાજ ફાટક, P. P. W. પોસ્ટ ઓફિસ (જૂની), નઝરબાગ (ગાંધી સોસાયટીનું નાકું), સાયન્સ કોમર્સ કોલેજ, ભડીયાદ વે-બ્રીજ, ત્યાંથી પરત નઝરબાગ, P. P. W. પોસ્ટ ઓફિસ (જૂની), જિલ્લા સેવા સદન (કલેકટર કચેરી, એસપી કચેરી), સો ઓરડી, ત્યાંથી પરત P. P. W. પોસ્ટ ઓફિસ (જૂની), નટરાજ ફાટક, વી.સી. ફાટક, ગાંધીચોક સુધી શરૂ કરવામાં આવે તો અહીં વસવાટ કરતા અનેક રહેવાસીઓને પરિવહનમાં ફાયદો થાય તેમ હોય સત્વરે આ રૂટ ઉપર સીટી બસ સેવા શરૂ કરવા માંગ ઉઠાવી છે.

- text

- text