ઓમ શાંતિ વિદ્યાલયના સ્થાપક ટી.ડી.પટેલનો આજે જન્મદિવસ, શાળામાં ભવ્ય ઉજવણી

- text


મોરબી : મોરબીમાં આજથી 30 વર્ષ પહેલા ઑમશાંતિ વિદ્યાલયની સ્થાપના કરી શિક્ષણક્ષેત્રે ક્રાંતિ લાવનાર ટી.ડી.પટેલનો આજે 74 જન્મદિવસ છે. ત્યારે શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ટી.ડી.પટેલનો જન્મદિવસ સ્વયંભુ ખુબ ઉત્સાહ અને ઉમંગથી ઉજવ્યો હતો.

જૂન 1993માં આજથી 30 વર્ષ પહેલા ઓમશાંતિ વિધાલય મોરબીમાં શરુ થઇ ત્યારે મોરબીમાં બહુ ઓછી શાળાઓ હતી. ઓમશાંતી વિદ્યાલય મોરબીમાં સૌ પ્રથમ એવી શાળા હતી જેની અનેક ખાસિયતો હતી. એક વર્ગમાં ચાર પંખા, વિદ્યાર્થીઓની ઉંચાઈ મુજબ બેન્ચ , વિદ્યાર્થીઓ માટે વોટર કુલર , સ્ટેજ સાથે બ્લેક બૉર્ડ,1994થી શિક્ષકોની પસંદગી માટે પરીક્ષા અને વર્ગખંડમાં તેનું શિક્ષણકાર્ય ચકાશવું, વિધાર્થીની સલાહકાર સમિતિ, દર મહિને શિક્ષકોને શૈક્ષણિક માર્ગદર્શન માટે મિટિંગ, વાલી શાળાએ આવી શિક્ષણ ચકાશે તેવી વાલી સમિતિ, વાલીને જવાબ પેપરો ઘરે જોવા આપવા, વિધાર્થી રજુઆત કરવા સીધા ઓફિસમાં પટેલસર પાસે આવી શકે, શાળામાં સજેશન બોક્સ જેમાં વિધાર્થોઓ સજેશન કરે અને તે મુજબ ફેરકાર થાય અને વિધાર્થીઓને હોમવર્ક બહુ ઓછું આ બધું આજથી 30 વર્ષ પહેલા હતું.

- text

જેના ફળસ્વરૂપે શાળાના અનેક વિધાર્થીઓ ડોક્ટર ,એન્જીનીયર અને સરકાર કચેરીમાં ઉચ્ચહોદા પર અને મોટી ફેક્ટરીના સંચાલકો છે. ટી.ડી.પટેલ અન્ય શહેરો કે ગામડામાં ચાલતી શાળાઓમાં ટ્રસ્ટી તથા માર્ગદર્શક તરીકે સેવા આપે છે. મોરબીની ઝૂંપડપટ્ટીના બાળકો માટે સ્કૂલ ઓન વહીલ્સ પ્રોજેક્ટ ચલાવે છે જેમાં બસમાં શિક્ષણ આપવામાં આવે છે જેમાં બાળકોને નાસ્તો, પાઠય પુસ્તકોં આપવામાં આવે છે. ઓમશાંતિ વિદ્યાલયમાં અનાથ આશ્રમની બાળાઓને ફ્રી શિક્ષણ આપે છે.

- text