મોરબીમાં અશ્લીલ હરકતોનો શરમજનક વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ

જાહેરમાં પાર્ક કરેલી રીક્ષામાં યુવક અને યુવતી બીભત્સ ચેનચાળા કરતા હોવાનું સામે આવતા એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી

મોરબી : મોરબીમા રીક્ષામાં એક પ્રેમી યુગલનો કામુક હરક્તો કરતો વીડિયો આજે સોશ્યલ મીડિયામાં વારયલ થતા ભારે ચકચાર મચી ગઇ છે. આ વીડિયો મોરબીની સરાજાહેર સતત ટ્રાફિકથી ધમધમતા વિસ્તારનો હોવાનું કહેવાય છે. આ વીડિયોમાં યુવક અને યુવતી સમાજની પરવા કર્યા વગર બેશરમ અને નફ્ફટ બનીને રીક્ષાની અંદર બેસી બિન્ધાસ્ત રીતે બીભત્સ હરકતો કરવામાં એકદમ મશગુલ હોવાનું વીડિયોમાં દેખાય રહ્યું છે.

મોરબીમાં ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં પાર્ક કરેલી રીક્ષામાં અંદર અશ્લીલ હરકતો કરતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો મોરબીના સરદારબાગની સામે જાહેર જગ્યાનો હોવાનું પ્રાથમિક તારણ છે. જ્યાં પાર્ક કરેલી રિક્ષામાં એક યુવતી અને એક યુવાનના મનમાં કામુક ઉત્તેજના એટલી હદે સવાર થઈ જતા તેમને જાહેર જગ્યાનું જરાય વિવેકભાન ન રહ્યું હોય એમ ઉત્તેજના સાથે ન કરવાનું સમાજ માટે અશોભનીય અનૈતિક કૃત્ય કરી બેઠા હતા. ખુલ્મમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો જેવી જાણીતી હિન્દી ફિલ્મના ગીતની જેમ આ યુવક-યુવતીએ સમાજની શરમ નેવે મૂકી કોઈ રોકટોક વગર અશ્લીલ હરકતો કરી હોવાનું વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય રહ્યું છે.

જાહેરમાં પાર્ક થયેલી રીક્ષામાં આ યુગલની પ્રેમક્રીડાને કોઈએ ઉપરથી મોબાઈલના કેમેરામાં કેદ કરીને આ શરમજનક કૃત્યનો વીડિયો બનાવીને સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હોવાનું અનુમાન છે. એ ડિવિઝન પીઆઇએ જણાવ્યું હતું કે, સભ્ય સમાજની નૈતિકતા વિરુદ્ધની આ ઘટનામાં યોગ્ય તપાસ કરીને જવાબદારો સમે કાયદાકીય કાર્યવાહી કરાશે.