લોકસભા ચૂંટણીમાં 5 લાખની લીડના લક્ષ્યાંક સાથે મોરબી શહેર ભાજપ દ્વારા કાર્યકર્તાઓનું સન્માન કરાયું 

- text


મોરબીમાં બુથ સશક્તિકરણ અભિયાનની 100 ટકા કામગીરી કરવા બદલ દરેક વોર્ડના કાર્યકર્તાઓને શીલ્ડ એનાયત કરાયા 

મોરબી : મોરબી શહેર ભાજપ દ્વારા બુથ સશક્તિકરણ અભિયાનની 100 ટકા કામગીરી કરવા બદલ દરેક વોર્ડના કાર્યકર્તાઓને શીલ્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપના સાંસદસભ્યને 5 લાખ મતની જંગી બહુમતીથી જીત મળે તે માટે કાર્યકર્તાઓને કામે લાગી જવા જોમ જુસ્સો પૂરો પાડવામાં આવ્યો હતો.

મોરબીમાં બુથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓનું સન્માન કરવા યોજાયેલ સન્માન સમારોહમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી શહેર પ્રભારી પ્રજ્ઞેશભાઈ પટેલ, પ્રદેશના નેતા પ્રદીપભાઈ વાળા, જિલ્લાના ઉપ પ્રમુખ જયુભા જાડેજા, કાજલબેન ,જિલ્લાના મંત્રી નીરજભાઈ , આનંદભાઈ, ક્રિષ્નાબેન, હિનાબા જાડેજા રોહિતભાઈ, સિનિયર આગેવાનો અનિલભાઈ મહેતા, જ્યોતિષી જાડેજા આપાભાઈ કુંભારવાડીયા ગીરીશભાઈ ઘેલાણી, મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અનોપસિંહ જાડેજા, દેવાભાઈ અવાડીયા લલીતભાઈ કામરીયા જિલ્લા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા, યુવા પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, પુર્વ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ જિલ્લાના હોદ્દેદારો મોરબી શહેર સંગઠન ભાજપ પરિવાર દરેક વોર્ડના પૂર્વ કાઉન્સિલરઓ કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા હતા.

આ તકે સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા મોરબી શહેર પ્રમુખ અને એમની પૂરી ટીમને ટેલીફોન શુભેચ્છા પાઠવી હતી.તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેસ મેરજા પણ ગુજરાત ગૌરવ યાત્રાના પ્રવાસમાં હોવાથી એમને પણ મોરબી શહેર અને તેમની પૂરી ટીમને શુભેચ્છા પાઠવી અને અભિનંદન પાઠવ્યા હતા. મોરબી જિલ્લા પ્રમુખ રણછોડભાઈ દલવાડી અને ત્રણેય મહામંત્રી કે એસ અમૃતિયા, જેઠાભાઈ મિયાત્રા અને બુથ સશક્તિકરણમાં ઇન્ચાર્જ નરેન્દ્રસિંહ ઝાલાએ પણ મોરબી શહેરની ટીમને ખુબ ખુબ શુભેચ્છા પાઠવી હતી.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને સમયે પ્રદેશ અને જિલ્લાના આગેવાનોએ તેમના વક્તવ્યમાં કાર્યકર્તાઓનો જોશ અને જુસ્સો પૂરો પાડતા જણાવ્યું હતું કે, વિધાનસભા ચુંટણીમાં જેમ ખંભે ખંભો મિલાવી 62,000 ની લીડ અપાવી હતી એમ લોકસભા ચૂંટણીમાં 5 લાખની લીડ માટે અને સૌથી વધુ લીડ મોરબી વિધાનસભા વિસ્તારમાંથી નીકળે તે માટે અત્યારથી જ કામે લાગી જવા હાકલ કરી હતી. આ તકે મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયાએ 2024માં ઐતિહાસિક જીત અપાવીશું તેઓ કાર્યકર્તાઓના વિશ્વાસે વિશ્વાસ આપ્યો હતો.

- text

- text