લાલપર નજીક દેશીદારૂનો જથ્થો ભરેલી કાર ઝડપાઇ

- text


મોરબી :મોરબી તાલુકા પોલીસ સ્ટાફે આજે બાતમીના આધારે મોરબી તાલુકાના લાલપર ગામની સીમ, શૈલેષ કાંટા પાસેથી દેશીદારૂનો મસમોટો જથ્થો ભરેલ હ્યુન્ડાઇ આઇ-૨૦ કાર સાથે એક આરોપીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળા સહિત સર્વેલન્સ સ્ટાફે આજે બાતમીના આધારે મોરબી તાલુકાના લાલપર ગામની સીમ, શૈલેષ કાંટા પાસેથી ૫૦૦ લીટર દેશી દારૂ ભરેલી હ્યુન્ડાઇ આઇ-૨૦ કાર સહીત કિં.રૂ.૨,૧૦,૦૦૦ મુદામાલ સાથે એક આરોપી સલીમભાઇ બાબુભાઇ વિકીયાણી (ઉ.વ.૩૬, રહે. સરાયા, તા.ટંકારા, જી.મોરબી)ને ઝડપી લઈ તેમજ માલ મંગાવનાર મુસ્કાનબેન અબ્બાસભાઇ કટીયાને ફરાર દર્શાવી પ્રોહીબિશન ધારા હેઠળ ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- text

- text