મોરબીમાં તાલુકા શાળા નં. 1માં વાલી મિટિંગ યોજાઈ 

- text


મોરબી : મોરબીમાં તાલુકા શાળા નંબર 1 ખાતે વાલી મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાલી સંમેલનમાં 130 થી વધુ વાલીઓએ હાજરી આપી હતી. આ તકે આચાર્ય સુભાષભાઈ ખાંભરા તેમજ શાળાનાં શિક્ષકો ભાવેશભાઈ બાવરવા, ભાવેશભાઈ બોરિયા, હરદેવભાઈ ડાંગર, વંદનાબેન ઠોરિયા, તૃપ્તિબેન પુજારા, પ્રજ્ઞાબેન ફુલતરીયા, હિતાબેન અઘેરા દ્વારા વાલી સંમેલનમાં બાળકોની નીયમીત હાજરી, સ્વચ્છતા, આરોગ્ય, શિક્ષણ, નૈતિક મુલ્યો, સુટેવ, શિસ્ત, સલામતી જેવા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. આ સંમેલનમાં ઉપસ્થિત સૌ વાલીઓએ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text