મોરબી ગ્રામ્ય વિસ્તારમાં બાળક સાથે સૃષ્ટિ વિરૂઘ્ધનું કૃત્ય કરનાર ઢગો ઝડપાયો 

- text


મોરબી : મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હવસખોર ઢગાએ પોતાની વિકૃત હવસ સંતોષવા 9 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા મોરબી તાલુકા પોલીસે ધાર્મિક હોવાનો આચળો ઓઢનાર આરોપીને તત્કાલ ઝડપી લીધો છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા 9 વર્ષના બાળક સાથે કર્મકાંડ કરનાર ધાર્મિક ઉપદેશ આપનાર હર્ષદભાઈ ભરતભાઈ ભટ્ટ નામના આરોપીએ પોતાની વિકૃત હવસ સંતોષવા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા આ ગંભીર બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તત્કાલ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

- text