ટોલનાકુ બાયપાસ મામલે ઉમિયાધામ સીદસર પ્રમુખ જેરામભાઈ અને ધારાસભ્ય દુર્લભજી દેથરીયા એસપીને મળ્યા

- text


ગેરકાયદેસર ટોલનાકા કેસમા આરોપી તરીકે ઉમિયાધામ સીદસર પ્રમુખ જેરામભાઈનાં પુત્રનું નામ : સીદસર ઉમિયાધામ પ્રમુખે મીડિયાને કહ્યું કે મારો પુત્ર નિર્દોષ છે અમે માત્ર ફેકટરી ભાડે આપી છે

મોરબી : વાંકાનેરના વઘાસિયા નજીક બંધ પડેલી ફેક્ટરીમાંથી રસ્તો કાઢી ટોલનાકુ બાયપાસ કરી વાહન ચાલકો પાસેથી રોકડા નાણાંની ઉઘરાણા કરવા મામલે સીદસર ઉમિયાધામ પ્રમુખ જેરામભાઈના પુત્ર વિરુદ્ધ સહિતના સામે ગઈકાલે ફરિયાદ નોંધાયા બાદ આજે જેરામભાઈએ રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી પોતાના પુત્રનો બચાવ કર્યા બાદ આજે ટંકારાના ભાજપના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાને સાથે રાખી મોરબી જિલ્લા પોલીસવડાને મળવા દોડી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા દોઢેક વર્ષથી મોરબી – વાંકાનેર હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકા પાસે આવેલ બંધ પડેલી ફેક્ટરીમાથી ગેરકાયદેસર રસ્તો બનાવી વાહન ચાલકોને ટોળનાકાને બદલે સસ્તા દરે વાહનો પસાર કરાવવા મામલે પોલીસે જાતે ફરિયાદી બની ગુન્હો દાખલ કર્યો છે. બીજી તરફ આરોપી તરીકે સીદસર ઉમિયાધામ પ્રમુખ જેરામભાઈ વાસજાળીયાના પુત્ર અને વ્હાઇટ હાઉસ સિરામિક ફેકટરીના માલિક અમરશીભાઈ જેરામભાઈ વાસજાળીયા સહિતના પાંચ આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરતા જ ખળભળાટ મચી ગયો છે.

બીજી તરફ આજે સીદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ વાસજાળીયા પોતાના પુત્રના બચાવ માટે આજે સવારથી મેદાનમાં આવી ગયા હતા અને રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી તેમને તો ભાડા કરાર કરી ફેકટરી ભાડે આપી હોવાનું અને ભાડુઆત શુ કરે તે કઈ જ ખબર ન હોવાનો બચાવ કર્યો હતો. સાથે જ આજે બપોરે જેરામભાઈ ટંકારા પડધરીના ભાજપના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાને સાથે રાખી જિલ્લા પોલીસવડાને મળવા એસપી કચેરીએ પોચ્યા હતા. આ સમયે ઉમિયાધામનાં પ્રમુખ જેરામભાઈએ મીડિયા સાથેની વાત ચિતમાં જણાવ્યું હતું કે ગેરકાયદેસર ટોલનાકા મામામે થયેલી ફરિયાદમાં આરોપી તરીકે તેમના પુત્ર અમરશિભાઈના નામના ઉલ્લેખ સામે અમે આજે એસપીને રજૂઆત કરવા આવ્યા છીએ. આ ફેકટરી અમે ભાડે આપેલ છે. આ ટોલનાકામાં અમારો કોઈ રોલ નથી.

- text

- text