માળીયાની સરકારી હોસ્પિટલ રામભરોસે ! આપ પાર્ટીનો આક્ષેપ

- text


આપ પાર્ટીની મુલાકાત દરમિયાન માળીયાની હોસ્પિટલમાં મોટાભાગના વિભાગો બંધ 

મોરબી : આમ આદમી પાર્ટી દ્વારા માળિયા મિયાણા ના આરોગ્ય કેન્દ્રની અચાનક મુલાકાત લેતા ચોંકાવનારું તથ્ય આવ્યું સામે આવ્યું છે. આપ પાર્ટીના જણાવ્યા મુજબ આ માળીયાની હોસ્પિટલમાં મોટાભાગના વિભાગો બંધ હોવાનું અને આ હોસ્પિટલમાં લોલમલોલ ચાલતું હોવાથી માળીયાના દર્દીઓની કફોડી હાલત થઈ જતી હોવાનો આરોપ લગાવ્યો છે.

માળિયાની જનતાના અવાર નવાર અનેક પ્રશ્નો ધ્યાને લઈ આજે આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રભારી પંકજ રાણસરિયા, જીલ્લા મહામંત્રી એડવોકેટ ભાવિન પટેલ અને જીલ્લા યુવા ઉપપ્રમુખ પરિમલ કૈલાએ માળિયા યુવા ટીમ તૈયબભાઈ, અલ્તાફભાઈ, રીઝવાનભાઈ તથા અન્ય યુવા કાર્યકર્તાઓને સાથે રાખીને માળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રની તપાસ કરતા ચોંકાવનારી વરવી હકીકતો સામે આવી છે.જેમાં આ હોસ્પિટલમાં આંખનો વિભાગ, કાન ગળાનો વિભાગ, અન્ય સારવારના વિભાગો બંધ હોય, તજજ્ઞ વર્ગના પાંચ અધિકારીમાંથી એકપણ અધિકારીની નિમણુક થઈ ન હોય તથા અધ્યક્ષની પણ નિમણુક ન હોય તજજ્ઞ વર્ગ બેના અધિકારીની એક જ નિમણુક થઈ અને સાત તબીબમાંથી એક તબીબ આખું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચલાવતા હોય, સફાઈ કામદારોની એક પણ નિમણુક ન હોઈ કુલ 51 જગ્યામાંથી 9 સ્ટાફની જ નિમણુક થઈ હોવાથી પ્રશાસન લોલમલોલ રીતે કામ કરી રહ્યાનું સામે આવ્યું છે. તેમજ આ હોસ્પિટલમાં બાથરૂમ અને વોર્ડની હાલત ખુબ જ ગંદકીવાળી અને દયનીય છે. માળિયા મિયાણા ગુજરાતની બહારનું કોઈ શહેર હોઈ એ રીતે કોઈ અધિકારીઓ કે પદાધિકરીઓ જતું ન હોવાની રજૂઆત મળતા આમ આદમી પાર્ટીની ટીમ લોકોની વ્હારે આવી આ ગંભીર પરિસ્થિતિ ઉજાગર કરી હતી.

- text

- text