મોરબી જિલ્લાના કારીગરોને PM વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનાનો લાભ લેવા અપીલ

- text


વિવિધ ૧૮ પ્રકારના કારીગરોને રૂ.૧૫૦૦૦ની ટુલકિટ, તાલીમ દરમિયાન દૈનિક રૂ.૫૦૦નું સ્ટાઇપેંડ મળશે, રૂ.૩ લાખની લોન પણ મળશે

મોરબી : સરકાર દ્વારા કારીગરોના ઉત્થાન માટે પ્રધાનમંત્રીની ફ્લેગશીપ યોજના, PM વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનાની શરૂઆત હાલમાં સમગ્ર દેશમાં થઈ ગયેલ છે. જેમા લાભાર્થીને રૂ.૧૫૦૦૦/-ની ટુલકિટ,તાલીમ દરમિયાન દૈનિક રૂ.૫૦૦/-ના સ્ટાઇપેંડ અને વિશ્વકર્મા સર્ટિફિકેટ આપવામા આવશે.

વધુમા આ યોજનામા લાભાર્થીને પ્રથમ તબક્કામા પાયાની તાલિમ મેળવ્યા બાદ એક લાખ તેમજ એડ્વાન્સ તાલિમ મેળવ્યા બાદ ૨ લાખની લોન ૫%ના દરે મળવાપાત્ર છે. આ યોજનામા અલગ અલગ ૧૮ ટ્રેડ જેવા કે દરજી, ધોબી, વાણંદ, કુંભાર, કડિયા, લુહાર, સુથાર, મોચી, સોની, શિલ્પકાર, માછલી પકડ્વાની જાળી બનાવનાર વગેરે કારીગરોનો સમાવેશ થાય છે. હાથ વડે કામગીરી કરતા ઉપરોક્ત ટ્રેડના તમામ કારિગરો કે જેમની લઘુતમ ઉંમર ૧૮ વર્ષ છે તેઓના કુટુંબ દિઠ ફક્ત એક સભ્યને આ લાભ મળવાપાત્ર છે. યોજનાનો લાભ મેળવવા માટે આધારકાર્ડ, રેશનકાર્ડ અને બેંકની વિગત સાથે તાલુકા પંચાયત કચેરી ખાતે CSC ઓપરેટરનો સપર્ક કરવા જણાવવામા આવે છે. આ યોજનાનો વધુમા વધુ લાભ લેવા તેમજ કોઇ તકલીફ જણાય તો લગત તાલુકા વિકાસ અધિકારીનો સમ્પર્ક કરવા જિલ્લા વિકાસ અધિકારીની અપિલ છે. વધુ માહિતિ www.pmvishwakarma.gov.in વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેમ જણાવાયું છે.

- text

- text