અંબાજી નજીક અકસ્માતમાં ઘાયલ પ્રવાસીઓને મોરબી પરત લાવતું જિલ્લા વહીવટી તંત્ર

- text


તાલુકા મામલતદાર નિખિલ મહેતા અને તેમની ટીમે મુસાફરો માટે બસ તેમજ ઠંડીમાં ધાબળા સહિતની વ્યવસ્થા કરી

મોરબી : ગઈકાલે અંબાજી દાતા હાઇવે ઉપર ત્રિશુળીયા ઘાટ પાસે સૌરાષ્ટ્રના પ્રવાસીઓને લઈને જતી લકઝરી બસ પલ્ટી જતા આ બસમાં પ્રવાસ કરી રહેલા મોરબી જિલ્લાના છ મુસાફરોને ઈજાઓ પહોંચતા સામાન્ય ઇજા પામેલા મુસાફરોને રાજકોટ લાવવામાં આવ્યા બાદ મોરબી જિલ્લા મહેસુલી તંત્ર વતી મોરબી તાલુકા મામલતદાર અને તેમની ટીમે પહોંચાડવાની કામગીરી કરી ઠંડીના કારણે પ્રવાસીઓ માટે ધાબળા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી અને પ્રવાસીઓને હેમખેમ તેમના નિવાસસ્થાને પહોંચાડવામાં આવ્યા હતા.

ગઈકાલે બનાસકાંઠાના દાતા નજીક ત્રિશુલિયા ઘાટ પાસે અકસ્માત ગ્રસ્ત ખાનગી લકઝરી બસમાં સવાર મોરબી શહેર તથા તાલુકાના છ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી જેમાં મોરબીના કંકુબેન કાનજીભાઈ પરમાર, જશુબેન મોહનભાઇ મકવાણા, લજાઇના જયાબેન રામજીભાઈ મકવાણા, મોરબીના રામજીભાઈ ભલાભાઈ મકવાણા, મોહનભાઇ અમરશીભાઇ મકવાણા તેમજ અમરશીભાઇ ગગાભાઇ મકવાણા ઇજાગ્રસ્ત થયા હતા. વધુમાં ઇજાગ્રસ્તો સાથે મોરબી જિલ્લા કલેકટર જી ટી પંડયાએ ટેલીફોનિક વાતચીત કરતા આ ઈજાગ્રસ્તો પૈકીના સામાન્ય ઇજાગ્રસ્ત લોકોએ પરત મોરબી આવવાની ઈચ્છા વ્યક્ત કરતા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા બસની વ્યવસ્થા કરતા મોડી સાંજે તેઓ દાતાથી રાજકોટ માટે રવાના થયેલ હતા અને અધિક કલેકટર મુછારને રાજકોટથી મોરબી માટેની વ્યવસ્થા કરવાનું જણાવતા આ બન્ને અધિકારીઓના માર્ગદર્શન તળે મોરબી ગ્રામ્ય મામલતદાર નિખીલ મહેતા તથા સ્ટાફના સિનિયર તલાટી જય કિશન લીખીયા મોડી રાતે રાજકોટ જવા રવાના થયેલ હતા.

વધુમાં મોરબીના મુસાફરોને વહેલી સવારે ત્રણ વાગ્યે આ ઇજાગ્રસ્તોને રાજકોટ ખાતે રિસીવ કરી ઠંડીનો માહોલ હોવાથી દરેકને ઓઢવા માટે ધાબળા તથા પીવાના પાણી તેમજ પ્રાથમિક સારવારની સુવિધાઓ પૂરી પાડી તેઓને હેમખેમ મોરબી ખાતે લાવી વહેલી સવારે 6:00 વાગે તેઓના ઘરે પહોંચાડતા તેઓના પરિવારના સભ્યોએ જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરેલ હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ વરિષ્ઠ નાગરિકો કે જેઓની ઉંમર 60 વર્ષથી વધુ છે તેઓ પોતાની રીતે મુસાફરી કરતા હતા ત્યારે પોતાના સામાન વિગેરેનું પોતે જ ધ્યાન રાખતા હતા પરંતુ અકસ્માત બાદ વહીવટી તંત્ર દ્વારા તેઓને સામાન ઊંચકવાની પણ તસ્દી લેવી ન પડે તેવી વ્યવસ્થા કરતા સિનિયર સિટીઝન નાગરિકે ઘરના દીકરા સાચવે એવી જ રીતે વહીવટી તંત્રએ સાચવ્યા હોવાનો આભાર વ્યક્ત કરેલ હતો.

- text

- text