હમ પૈરો સે નહિ, હોંસલો સે ઉડા કરતે હૈ : ખામીઓને બદલે ખૂબીઓને જોવો, વિકલાંગને બદલે દિવ્યાંગ કહો

- text


આજે વિશ્વ દિવ્યાંગ દિવસ : દિવ્યાંગોનું આત્મગૌરવ જાળવવા વિશે જાગૃતિ લાવવાનો ઉદ્દેશ

મોરબી : દર વર્ષે 03 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સ્તર પર દિવ્યાંગ દિવસ ઉજવવામાં આવે છે. તેનો ઉદ્દેશ સમાજના તમામ ક્ષેત્રોમાં દિવ્યાંગ લોકોના અધિકારો અને કલ્યાણને પ્રોત્સાહન આપવાનો છે. આ ઉપરાંત, તેનો હેતુ રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક જીવનના દરેક પાસાઓમાં દિવ્યાંગ વ્યક્તિઓની સ્થિતિ વિશે અને તેમના આત્મગૌરવ વિશે જાગૃતિ લાવવાનો છે. આ દિવસ દિવ્યાંગોનું વધુ સારું સ્થાન બનાવવા માટે મનાવવામાં આવે છે. તથા દિવ્યાંગ લોકો પ્રત્યે કરુણા, આત્મસન્માન અને તેમના જીવનને સુધારવાના ઉદ્દેશ્ય સાથે આ દિવસ મનાવવામાં આવે છે.

વિશ્વ દિવ્યાંગ દિવસનો ઇતિહાસ

યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ઇ.સ. 1983થી ઇ.સ. 1992 સુધી દિવ્યાંગો માટે સંયુક્ત રાષ્ટ્ર દાયકાની જાહેરાત કરી હતી. ત્યારબાદ વિશ્વ દિવ્યાંગ દિવસ (World Disabilities Day) માટે વાર્ષિક ઓબ્ઝર્વેશનની જાહેરાત સંયુક્ત રાષ્ટ્રએ જનરલ એસેમ્બલી રેઝોલ્યુશનમાં વર્ષ 1992માં કરી હતી. જનરલ એસેમ્બલી રેઝોલ્યુશન 47/3 હેઠળ આ વાર્ષિક ઓબ્ઝર્વેશન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારથી 03 ડિસેમ્બરને વિશ્વ વિકલાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

- text

વિકલાંગ નહીં દિવ્યાંગ

જ્યારે સમગ્ર વિશ્વ 03 ડિસેમ્બરના રોજ ‘વિશ્વ દિવ્યાંગ દિવસ’ ઉજવે છે, ત્યારે વર્ષ 2015થી ભારતમાં આ દિવસને ‘વિશ્વ દિવ્યાંગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. 27 ડિસેમ્બર, 2015ના રોજ રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશને અપીલ કરી હતી કે દેશવાસીઓ વિકલાંગોને વિકલાંગને બદલે દિવ્યાંગ કહે.

આ કાર્યક્રમમાં પી.એમ. નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે જે લોકો દિવ્યાંગ છે તેમની એક એવી ખાસિયત છે જે તેમને અન્ય લોકોથી અલગ બનાવે છે. આ લક્ષણ શારીરિક શક્તિ અથવા તીક્ષ્ણ બુદ્ધિ હોઈ શકે છે. તેથી, તેમની ખામીઓને પ્રકાશિત કરવાને બદલે તેમની આ વિશેષતા પર ભાર મૂકવો જોઈએ. તેથી જ તેમને ‘દિવ્યાંગ’ કહેવા યોગ્ય રહેશે. અને આખા દેશે આ અપીલનો સહર્ષ સ્વીકાર કર્યો હતો.

- text