રાત્રીના હળવદના બસ સ્ટેન્ડમાં એસટી બસ ન આવતા મુસાફરોને હાલાકી

- text


ભાજપ અગ્રણીએ ધારાસભ્યને રજુઆત કરી બસ સ્ટેન્ડમાં રાત્રી બસોને સ્ટોપ આપવાની માંગ કરી

હળવદ : હળવદના બસ સ્ટેન્ડમાં રાત્રી દરમિયાન બસો આવવાને બદલે હાઇવેથી બરોબાર જતી રહેતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આથી ભાજપ અગ્રણીએ ધારાસભ્યને રજુઆત કરી બસ સ્ટેન્ડમાં રાત્રીના સમયે બસોને સ્ટોપ આપવાની માંગ કરી છે.

હળવદના ભાજપ અગ્રણી અશોકભાઈ પ્રજાપતિએ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને રજુઆત કરી હતી કે, હળવદમાં સરકારની ગ્રાન્ટમાંથી નવા બસ સ્ટેન્ડને બનાવવામાં આવેલુ હોય મોટી સંખ્યામાં લોકો આ બસ સ્ટેન્ડમાં આવીને જે તે બસનો લાભ લેતા હોય છે. પણ ઘણા સમયથી આ હળવદના બસ સ્ટેન્ડમાં રાત્રીની ઘણી બસો આવતી ન હોય અને બરોબર હાઇવેથી ડાઈવર્ટ થઈ જતા બસ સ્ટેન્ડમાં બસની રાહ જોતા મુસાફરોને ભારે હાલાકી પડે છે. આથી ઘણા મુસાફરોને હાઇવે સુધી જવું પડતું હોય તેમજ મુસાફરોને પ્રાઇવેટ વાહનોનો સહારો લેવો પડતો હોવાથી હળવદના બસ સ્ટેન્ડમાં તમામ બસોને સ્ટોપ આપવાની માંગ કરી છે.

- text

- text