મોરબીમા પેવર બ્લોકના કોન્ટ્રાકટ બાબતે યુવાને ચાર શખ્સોએ માર માર્યો

- text


મોરબી : મોરબીમાં માળીયા ફાટક નજીક ઇન્દિરાનગરમાં રહેતા પેવર બ્લોકના કોન્ટ્રાકટર યુવાનને પેવર બ્લોકનું કામ આપવું છે કહી મળવા બોલાવી ઝઘડો કરી ત્રણ અજાણ્યા ઈસમો સહિતના ચાર શખ્સોએ ભડિયાદ નજીક બેફામ માર મારતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના માળીયા ફાટક પાસે ઇન્દિરાનગરમાં રહેતા મૂળ ગાળા ગામના વતની ભરતભાઇ ચકુભાઈ જીતિયા ઉ.37 નામના યુવાનને આરોપી દિપક પારઘી નામના શખ્સે ફોન કરી કહ્યું હતું કે, તમે પેવર બ્લોક નાખવાનો કોન્ટ્રાકટ રાખો છો ? જેથી ભરતભાઈએ હા પાડતા લીલાપર પાસે પેવર બ્લોક નાખવાનું કામ આપવાનું કહી આરોપી દિપક પારધીએ ભરતભાઈને મળવા બોલાવ્યા હતા. જ્યાં બોલાચાલી થયા બાદ આરોપી દિપક ભરતભાઈને લઈ ભડિયાદથી જોધપર નદી રોડ ઉપર લઈ ગયો હતો અને મોટર સાયકલ ઉભું રાખવી બાદમાં ત્રણ અજાણ્યા માણસો તેમજ આરોપી દીપકે ભરતભાઈને લાકડી વડે માર મારતા આજુબાજુની વાડીમાંથી લોકો એકત્રિત થઈ જતા આરોપીઓ નાસી ગયા હતા. આ ઘટના બાદ ભરતભાઈને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં મોરબી તાલુકા પોલીસે ફરિયાદ લઈ દિપક પારઘી અને ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text