મોરબીની મહિલા ખેલાડીની રાજ્યકક્ષાએ ક્રિકેટમાં પસંદગી 

- text


મોરબી : સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા અમદાવાદ બોપલ ખાતે રાજ્યના દરેક જીલ્લામાંથી સ્કૂલ ગેમ ક્રિકેટના ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાં મોરબીની મીરાં ભરતભાઈ મકવાણા અંડર-19માં રાજ્યકક્ષાની ક્રિકેટની સ્કુલ ગેમમાં પસંદગી પામતા મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યુ છે. આ વિદ્યાર્થીનીને તૈયાર કરનાર કોચ તુલસીરાજ અને એકેડમીના ઓનર કિરીટભાઈ, કેવિનભાઈ, નરેન્દ્રભાઇ અને તમામ વાલીઓએ અભિનંદન આપ્યા હતા. તેમજ ખેલાડી નેશનલ લેવલે સારું પ્રદર્શન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

- text

- text