મોરબીમાં દવાના વેપારીને કોરોનાનો વીમો ચૂકવવા હાથ ઊંચા કરનાર વીમા કંપનીને લપડાક

- text


સરકારની માન્યતા પ્રાપ્ત હોસ્પિટલમાં કોવિડની સારવાર ન લીધી હોવાનું કહી વીમો રિજેક્ટ કરતા ગ્રાહક સુરક્ષા મંડળે ન્યાય અપાવ્યો

મોરબી : મોરબીના દવાના વેપારી કોરોના કાળમાં કોરોનાગ્રસ્ત થતા અગાઉથી તેઓએ કોવિડ કવચનો વીમો ઉતાર્યો હોવા છતાં વીમા કંપનીએ સરકારની માન્યતા પ્રાપ્ત હોસ્પિટલમાં કોવિડની સારવાર ન લીધી હોવાનું કહી વીમો રિજેક્ટ કરી દેતા આ મામલે ગ્રાહક સુરક્ષા મંડળે દવાના વેપારીને ન્યાય અપાવ્યો છે.

- text

મોરબીના દવાના વેપારી જયદીપસિંહ બનેસિંહને મેડિકલ વીમો જે કોવિડ કવચ પોલિસી ઓરિએન્ટ વીમા કંપનીમાંથી લીધા બાદ તેઓ કોરોના પોઝીટીવ આવતા મોરબીની ખાનગી અને કોવિડ હોસ્પિટલ રાજકોટમાં સારવાર લઈને સ્વસ્થ થતા આ સારવારનો ખર્ચ રૂ.1.58 લાખ થયો હોય તેનું વળતર મેળવવા માટે તમામ પુરાવા સાથે વીમો મેળવવા આ વીમા કંપનીનો સંપર્ક કર્યો હતો પણ વીમા કંપનીએ દર્દીએ સારવાર લીધેલી હોસ્પિટલ લીગલ ઓથોરિટી દ્વારા રજીસ્ટર્ડ થયેલી ન હોય તેમજ સરકાર માન્યતા પ્રાપ્ત હોસ્પિટલમાં સારવાર લીધી ન હોવાનું જણાવી વીમો રિજેક્ટ કરી દેતા આંખરે આ દર્દી ન્યાય મેળવવા મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાનો સંપર્ક કરતા આ ગ્રાહક સુરક્ષા મંડળે ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કેસ દાખલ કરતા બધાય પુરાવાના આધારે ગ્રાહક નિવારણ કમિશને વીમા કંપનીને લપડાક આપી દર્દીને રૂ.1.65 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો છે.

 

- text