મીની વાવાઝોડામા ટંકારા થી છતર વચ્ચે અનેક જોખમી હોર્ડિંગ ધરાશયી

- text


હોર્ડિંગ્સ બોર્ડના પ્લાસ્ટિક ઉડી ઉડીને વીજ લાઈનો ઉપર લટક્યા

મોરબી : મોરબી જિલ્લામાં વાંકાનેર પંથકમાં બર્ફીલા તોફાની પવન સાથે ત્રાટકેલા મીની વાવઝોડાએ ખાસ કરીને વાંકાનેર પંથકના ખાના ખરાબી સર્જી છે ત્યારે ટંકારથી છતર વચ્ચે હાઇવે ઉપર જોખમ બનીને ખડકાયેલ અનેક જોખમી હોર્ડિંગ જમીન દોસ્ત બની ગયા હતા.

ગઈકાલે મોરબી જિલ્લાના તેજ પવન સાથે આવેલા મીની વાવાઝોડામાં બરફ વર્ષાથી વાકાનેર પંથકમાં અનેક સિરામિક ફેકટરીના શેડને નુકશાન પહોંચ્યું હતું. ત્યારે બીજી તરફ રાજકોટ મોરબી હાઇવે ઉપર છતરથી ટંકારા સુધીમાં રોડની બન્ને તરફ ખડકાયેલ અનેક જોખમી મસમોટા હોર્ડિંગ્સ બોર્ડ જમીન દોસ્ત થઈ ગયા હતા અને ભારે પવનમાં આ હોર્ડિંગ્સ બોર્ડ ઉપર લગાડેલા પ્લાસ્ટિક ઉડીને વીજ થાંભલા ઉપર ખાબક્યા હતા. જો કે, આ મામલે ટંકારા મામલતદારનો સંપર્ક કરતા કોઈ પ્રત્યુતર મળ્યો ન હતો.

- text

- text