ઓજાસ સ્કિન એન્ડ હેર ક્લિનિકનો આજથી પ્રારંભ : કોસ્મેટિક પ્રોસીઝર્સ ઉપર 50 ટકાનું ડિસ્કાઉન્ટ

 

કોસ્મેટિક, લેસર એન્ડ હેર ટ્રીટમેન્ટ સ્પેશિયલાઈઝડ : કોસ્મેટોલોજીસ્ટ ડો.સુમિતા ગોપાણી દેથરીયા આપશે સેવા : ઓફર એક મહિનો ચાલશે

 

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં આજથી ઓજાસ સ્કિન એન્ડ હેર ક્લિનિકનો પ્રારંભ થયો છે. જે નિમિત્તે એક મહિના માટે ધમાકેદાર ઓફર મુકવામાં આવી છે. જેમાં દરેક કોસ્મેટિક પ્રોસીઝર્સ ઉપર 50 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો ઓફરનો લાભ લેવા જરૂર પધારજો.

મોરબીમાં રવાપર ચોકડીએ કેપિટલ માર્કેટમાં રાણીબા ઇન્ડસ્ટ્રીયલની નીચે થર્ડ ફ્લોરમાં ટી-28 ઓફિસમાં ઓજાસ સ્કિન એન્ડ હેર ક્લિનિક શરૂ થઈ છે. જેનું ગઈકાલે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ વેળાએ અતિથિ તરીકે ટંકારા- પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અહીં કોસ્મેટિક, લેસર એન્ડ હેર ટ્રીટમેન્ટના સ્પેશિયાલિસ્ટ ડો. સુમિતા ગોપાણી દેથરીયા સેવા આપવાના છે. અહીં હાઇડ્રા ફેશિયલ, કાર્બન ફેશિયલ, લેસર હેર રિમુવલ, ટેટુ રિમુવલ, મોલ/સ્કિન ટેગ રિમુવલ, લેસર બીચ, એકને પીગમેન્ટેશન, કેમિકલ પીલિંગ, ફેસ ગ્લો પીલીંગ, પીઆરપી હેર એન્ડ ફેસ, એન્ટી એજીંગ, બ્રાઇડલ ગ્લો, સ્કિન ડિઝીસ ટ્રીટમેન્ટ સહિતની સેવાઓ મળવાની છે.

વધુમાં અહીં ચામડી અને વાળના રોગો જેવા કે વાળ ખરવા, ઉંદરી, ચેપી અને સાદા મસા, ખીલ-ખીલના કાળા ડાઘ, ચહેરાની ચમક, દાજ, ખીલના ખાડા, આખોના કુંડાળા સહિતની સચોટ સારવાર કરવામાં આવશે.

ક્લિનિકના શુભારંભ નિમિત્તે અહીં એક મહિના સુધી તમામ કોસ્મેટિક પ્રોસીઝર્સ ઉપર 50 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઓફર 18 ડીસેમ્બર સુધી ચાલવાની છે. તો ઓફરનો લાભ અચૂકપણે લેવા અપીલ કરવામાં આવી છે.

ઓજાસ સ્કિન એન્ડ હેર ક્લિનિક
ટી-28, થર્ડ ફ્લોર,
રાણીબા ઇન્ડસ્ટ્રીયલ નીચે,
કેપિટલ માર્કેટ,
રવાપર ચોકડી, મોરબી
મો.નં.7990141672