આર.ઓ.પટેલ વિમન્સ કોલેજ દ્રારા યોજાયો એડવેન્ચર કમ ટ્રેકિંગ કેમ્પ

- text


મોરબી : મોરબીની આર.ઓ.પટેલ વિમન્સ કોલેજ દ્રારા એડવેન્ચર કમ ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં FY B. Com.ની 100 વિદ્યાર્થીનિઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો.

એડવેન્ચર કમ ટ્રેકિંગ કેમ્પની શરૂઆત ધોળકા તાલુકાના રઢુ ગામે ખાતે આવેલ પ્રાચીન કામનાથ મહાદેવના દર્શન કરીને કરી હતી. કામનાથ મહાદેવના મંદિરના પટાંગણમાં આશરે 650 વર્ષ જુના 1400 જેટલા ઘીના માટલાના 4 ભંડાર જોયેલ હતા અને ત્યાંના પૂજારી દ્વારા ઘી ન બગડવા પાછળની માહિતી પણ આપવામાં આવેલી હતી. તદુપરાંત મહેમદાબાદ સ્થિત સિદ્ધિવિનાયકના મંદિરના પણ દર્શન કરેલ હતા. તદુપરાંત ગુજરાતમાં આવેલ શક્તિપીઠો પૈકીના એક એવા શક્તિપીઠ પાવાગઢ ખાતે પગપાળા પગથિયાં ચઢીને મહાકાળી માતાજીના દર્શનનો લ્હાવો લીધેલ હતો.

બીજા દિવસે આજવા સ્થિત અતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કની પણ વિઝીટ કરવામાં આવેલ હતી જેમાં જુદી જુદી એડવેન્ચર એક્ટિવિટી બેસીને વિદ્યાર્થીનીઓએ આનંદ માણ્યો હતો. અતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કની બેક ટુ બેક ડાન્સ ઈવેન્ટમાં કરવામાં આવેલા જુદા જુદા કરતબો જોઈને વિદ્યાર્થિનીઓ રોમાંચિત થઈ ગઈ હતી. અતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કમાં આવેલ ટ્રેમ્પોલાઈન પાર્ક, વોટરપાર્ક તથા સાંજના સમયનો વોટર લેસર શો પણ નિહાળેલ હતો. રાત્રિના સમયે વિદ્યાર્થિનીઓની લાઇફ સાથે જોડાયેલ અને સત્ય હકીકત ઘટના ઉપર આધારિત 12 ફેલ નામનું હિન્દી પિકચર પણ જોયેલ હતું.

- text

આ એડવેન્ચર કમ ટ્રેકિંગ કેમ્પના સુંદર આયોજન માટે મહાવિધાલયના વિભાગાધ્યક્ષક મયુરભાઈ હાલપરા તથા સહઅધ્યાપક મિત્રો કેતનભાઇ બકરાણીયા, મિત્તલ મેમ, દીપ્તિ મેમ અને દૃષ્ટિમેમ વગેરેએ જહેમત ઉઠાવી એડવેન્ચર કમ ટ્રેકિંગ કેમ્પને આનંદદાયક બનાવ્યો હતો.

- text