વાંકાનેરમાં ભગવાન શાલિગ્રામ તથા તુલસીજીની સગાઈ વિધિ સંપન્ન : દેવ દિવાળીએ લગ્ન યોજાશે

- text


વાંકાનેર ભુરીયા હનુમાન મંદિર ખાતે ભગવતી તુલસીજીને લગ્ન સમયે આપવાનું કરિયાવરનું આણું પાથરવામા આવ્યું 

વાંકાનેર : વાંકાનેર ખાતે પરંપરાગત તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરાયું છે જે અંતર્ગત ભગવાન શાલિગ્રામ તથા તુલસીજીની સગાઈ વિધિ સંપન્ન થઈ છે અને દેવદિવાળીએ લગ્નવિધિ યોજાશે.

વાંકાનેરના શ્રી મહાકાલી મહિલા મંડળ અને ભુરીયા હનુમાન મંદિર દ્વારા અતિ દિવ્ય ‘તુલસી-વિવાહ’ નું આયોજન કરવામાં આવેલ છે. શ્રી ભૂરીયા હનુમાનજી મંદિર, ભાટિયા સોસાયટી, વાંકાનેર ખાતે વિરાજિત શ્રી રઘુનાથજી મંદિરના ઠાકર ભગવાન શાલિગ્રામ શ્રીવિષ્ણુ અને ભગવતી શ્રી વૃંદા (તુલસીજી)ને પરણવા સંવત્ ૨૦૮૦ ના કારતક સુદ ૧૧, ગુરુવાર, તા. ૨૩-૧૧-૨૦૨૩ ના માંગલ્યમય દિને ગોધૂલીવેળાએ પધારશે. આ ભક્તિમય આયોજનનો ધર્મલાભ લેવા, દેવવિવાહ પ્રસંગે આશિષ મેળવવા તેમજ પરમાત્માનો મહાપ્રસાદ લેવા ધર્મપ્રેમી જનતાને પધારવા હાર્દિક નિમંત્રણ આપવામાં આવેલ છે.

સંપૂર્ણ શાસ્ત્રોકત રીતે થનાર આ ‘તુલસી-વિવાહ’ શાસ્ત્રીજી ગોપાલભાઈ પંડયાના આચાર્યપદે સંપન્ન થશે જેમાં મંગલ હસ્ત-મેળાપ : તા. ૨૩-૧૧-૨૦૨૩, ગુરૂવારે, સાંજે ૬-૩૦ વાગ્યે મહાકાલી મહિલા મંડળ સત્સંગ હોલનું પ્રાંગણ, ભાટિયા સોસાયટી, વાંકાનેર ખાતે યોજાશે જેમાં શ્રી-મહાપ્રસાદ : તા. ૨૩-૧૧-૨૦૨૩, ગુરૂવારે, રાત્રે ૮-૦૦ વાગ્યે, શ્રી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ભાટિયા સોસાયટી, વાંકાનેર ખાતે રાખવામાં આવેલ છે.

- text

- text